ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર
હાલના વાતાવરણમાં ઈલેક્ટ્રીક કંપનીઓએ પ્રત્યેક ઘરે જઈને અથવા સોસાયટીમાં જઈને મીટર રીડિંગ લેનાર લોકો ની સર્વિસ બંધ કરી છે. આને કંપનીઓએ લોકોને આહ્વાન કર્યું છે કે તેઓ પોતે મીટર રીડિંગ લઇ ને વીજળી કંપનીને એસએમએસના માધ્યમથી પાઠવે. જોકે વીજળી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવેલી આ મોહિમ નિષ્ફળ ગઈ છે. મુંબઈ મહાનગર માં વસતા લોકો માંથી એક ટકાથી ઓછા લોકો આ મીટર રીડિંગ કંપનીને પાઠવે છે. પરિણામ સ્વરૂપ ઈલેક્ટ્રીક કંપનીઓએ ગત મહિને વાપરેલા વીજળીના યુનિટ ના આધારે પ્રોજેક્ટેડ કેલ્ક્યુલેશન કરીને ગ્રાહકોને બીલ મોકલાવવા પડે છે.
આમ પોતાની જાતને મોડર્ન સમજતા મુંબઈ વાસીઓ માત્ર મીટર રીડિંગ પણ પાઠવતા નથી તેમજ આળસાઇ દાખવે છે.