News Continuous Bureau | Mumbai
કોરોના(Corona ) નિયંત્રણમાં આવી ગયો છે તે હવે મુંબઈ(Mumbai) સહિત થાણેમાં(Thane) સ્વાઈન ફ્લૂનું(swine flu) (H1N1) જોખમ વધી ગયું છે. મુંબઈમાં સૌથી વધુ 17 દર્દીઓ(Patients) અંધેરીમાં(Andheri) નોંધાયા છે. ત્યારબાદ પરેલ(parel), ગ્રાન્ટ રોડ(Grant road), માટુંગા(Matunga) અને દાદરમાં(Dadar) પણ સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા છે.
અંધેરીમાં 17 દર્દીઓ, પરેલમાં 12, ગ્રાન્ટ રોડમાં 11, માટુંગામાં 9 અને દાદરમાં સ્વાઈન ફ્લૂના 7 દર્દીઓ મળી આવ્યા છે. સ્વાઈન ફ્લૂને રોકવા પાલિકાના આરોગ્ય ખાતાએ(BMC Health department) ચેપ ગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં રહેલા લોકોમાં લક્ષણો દેખાઈ રહ્યા છે કે કેમ તેની પણ દેખરેખ શરૂ કરી દીધી છે.
તાવની ફરિયાદ કરતા દર્દીઓના આરોગ્ય અંગેની માહિતી તમામ મ્યુનિસિપલ હોસ્પિટલો(BMC Hospitals) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સતત એકત્રિત કરવામાં આવશે. આ દર્દીઓમાં ઓછામાં ઓછા દસ દિવસ સુધી લક્ષણો છે કે કેમ તેના પર પાલિકા નજર રાખશે.
આ દરમિયાન થાણે જિલ્લામાં(Thane) પણ સ્વાઈન ફ્લૂના કેસમાં મોટી સંખ્યામાં વધારો થયો છે. થાણે શહેર અને ગ્રામીણ વિસ્તારમાં(Rural area) અત્યાર સુધી સ્વાઈન ફ્લૂના 148 કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમાં સૌથી વધુ થાણે મહાનગરપાલિકામાં (Thane palika)90 કેસ નોંધાયા છે. કલ્યાણ-ડોંબીવલીમાં(Kalyan-Dombivali) 27, તો નવી મુંબઈમાં આ આંકડો 20નો છે. થાણેમાં ગયા અઠવાડિયામાં સ્વાઈન ફ્લૂના 34 કેસ હતા અને 3ના મોત થયા હતા. અઠવાડિયાની અંદર જ ગુરુવારના આંકડો 66 પર પહોંચી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં પાર્કિંગની સમસ્યાથી પરેશાન છો- આ એપ્લિકેશનની મદદથી બસ ડેપો અને બીએમસીની જગ્યામાં પાર્કિંગ મેળવો
સ્વાઈન ફ્લૂને રોકવા હેલ્થ વિભાગ દ્વારા સ્વાઈન ફ્લૂના લક્ષણો(Symptoms of swine flu) દેખાતા દર્દીઓને તાત્કાલિક ઓસેલ્ટામિવીર દવા(oseltamivir medication) આપવા સૂચના આપવામાં આવી છે. આ સાથે નગરપાલિકાએ બીજા અને ત્રીજા તબક્કામાં ગંભીર બિમારી ધરાવતી સગર્ભા મહિલાઓ (Pregnant women) અને આરોગ્ય કર્મચારીઓને(health workers) સ્વાઈન ફ્લૂ સામે નિવારક રસીકરણ(Vaccination) આપવાનું નક્કી કર્યું છે.
સ્વાઈન ફ્લૂના લક્ષણોમાં ખાસ કરીને બાળકોમાં તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ગળામાં દુખાવો, ઉધરસ, થાક, ઉલટી અને ઝાડાનો સમાવેશ થાય છે.
સ્વાઈન ફ્લૂ ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી(influenza virus) થાય છે. સ્વાઈન ફ્લૂ હવા દ્વારા ફેલાય છે. બીમાર વ્યક્તિની ઉધરસ અથવા છીંકમાંથી નીકળતા ટીપાં દ્વારા આ વાયરસ બીમાર વ્યક્તિમાંથી તંદુરસ્ત વ્યક્તિમાં ફેલાય છે. સ્વાઈન ફ્લૂ ઓછામાં ઓછા એકથી સાત દિવસ સુધી ચેપી હોય છે.
રાજ્યના ત્રણ આરોગ્ય કેન્દ્રોમાં આરટીપીસીઆર ટેસ્ટ(RTPCR test) દ્વારા સ્વાઈન ફ્લૂના દર્દીઓનું નિદાન થાય છે. આ ટેસ્ટ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી(National Institute of Virology), મુંબઈની હાફકિન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ(Hafkin Research Institute) અને કસ્તુરબા(Kasturba) ચેપી રોગોની હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.