ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર, 2021
ગુરુવાર
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગમે તે હિસાબે જીતે નહીં તે માટે શિવસેના એ કમર કસી લીધી છે. આ માટે શિવસેના એ સમગ્ર મુંબઈના તમામ વોર્ડની પરિસીમા બદલવાનો નિર્ણય કર્યો. હવે બીજા તબક્કામાં મુંબઈ શહેરના નગરસેવકોની સંખ્યા વધારી નાખવામાં આવી છે. પરિસીમન ની સાથે જ મહારાષ્ટ્રના મંત્રીમંડળે બીજો નિર્ણય લીધો છે જે મુજબ મુંબઇ શહેરમાં ૯ નગરસેવકોની સંખ્યા વધી જશે. એટલે કે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી 227 નહીં પરંતુ 236 બેઠકો માટે થશે.
ઉલ્લેખનીય છે કે શિવસેનાએ સૌથી પહેલા સ્થાનિક સ્તર પર કાર્યકર્તાઓને જાગૃત કર્યા ત્યારબાદ મુંબઈ શહેરમાં જે વિસ્તારોમાં ભાજપના મતદાતાઓ હતા તે વિસ્તારના ટુકડા કરી અને અલગ-અલગ ભાગોમાં વહેંચી નાખ્યા જેથી ભાજપને એક સાથે વોટ ન મળે. અને ત્યાર બાદ ફાજલ પડેલા વિસ્તારમાં નગરસેવકોની સંખ્યા વધારી નાખી કારણ કે આવું કરવાથી ભાજપને મુશ્કેલી પડી શકે તેમ છે.
સૌથી મોટી વાત એ છે કે નવા પરિસીમન ને ચૂંટણી પંચ તરફથી પરવાનગી મળી નથી. તે પહેલાં જ રાજ્ય સરકાર પોતાની રીતે આગળ વધી રહી છે.
આથી એક વાત નક્કી છે કે શિવસેના ગમે તે ભોગે મુંબઈને પોતાના હાથથી જવા દેવા માંગતી નથી.