Site icon

મુંબઈના મલાડમાં MRP કરતા વધુ કિંમત વસૂલનારી દુકાન સામે ગ્રાહકે કમર કસી- મુંબઈ ગ્રાહક પંચાયતમાં કરી ફરિયાદ-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

મુંબઈના પશ્ચિમ પરામાં(Western suburbs) મલાડમાં(Malad) એક જાણીતી દુકાનમાં છાપેલી કિંમત(Printed price) કરતા ગ્રાહક પાસેથી વધુ કિંમત વસૂલનારા સામે મલાડના એક જાગૃત ગ્રાહકે કન્ઝ્યુમર ફોરમમાં(Consumer Forum) ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના કહેવા મુજબ ગ્રાહકોની જાણ બહાર અનેક લોકોને તેઓ લૂંટવાનું અને એક્સપાયરી માલ(Expiry goods) પધરાવાનું કામ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

મલાડ(વેસ્ટ)માં રહેતા દીપક મોદી(Deepak Modi) આ પ્રખ્યાત દુકાનની છેતરપીંડીનો(Scam) ભોગ બન્યા છે. તેમણે 8 જૂન 2022ના મુંબઈ ગ્રાહક પંચાયતની(Grahak Panchayat) સાથે જ સરકારના વેધમાપન ખાતામાં પણ લેખિત ફરિયાદ નોંધાવી છે. તેમના કહેવા મુજબ તેમના અન્ય ઓળખીતા લોકો પણ આ દુકાનની છેતરપીંડીનો ભોગ બન્યા છે. ફરિયાદીની ફરિયાદ મુજબ આ દુકાન મલાડ(વેસ્ટ)માં એવરશાઈન નગરમાં(Evershine Nagar) આવેલી છે.

મલાડ(વેસ્ટ)માં રહેતા દીપક મોદીએ ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે તાજેતરમાં તેઓ મલાડ(વેસ્ટ)માં એવરશાઈન નગરમાં આવેલી જાણીતી દુકાનમાં  પાલોનજી આઈસ્ક્રીમ સોડાની 300 મિલીમીટરની બોટલ ખરીદવા ગયા હતા. બોટલ પર તેની MRP 18 રૂપિયા હતી. તેથી તે મુજબ તેણે તેના પૈસા લેવા જોઈતા હતા. પરંતુ તેણે બિલમાં  તેની કિંમત 99 રૂપિયા લખી હતી. જે વાંચીને મને આંચકો લાગ્યો હતો. બોટલ પર લખેલી કિંમત કરતા 81 રૂપિયા વધુ મારી પાસેથી વસૂલવામાં આવી રહ્યા હતા. તેથી મે કાઉન્ટર બેસેલી વ્યક્તિને આ બાબતે સવાલ કરતા તેણે અગાઉ તો જવાબ આપવાનું ટાળ્યું હતું. બાદમાં તેણે કહ્યું હતું કે બોટલની ડિપોઝિટ લીધી છે. બોટલ પાછી કરશો તો તમને બાકીના પૈસા મળી જશે એવો ઉડાઉ જવાબ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : સંભાળજો- જૂન મહિનામાં આ છ દિવસ દરિયામાં મોટી ભરતી- ભારે વરસાદ પડયો તો મુંબઈ થશે જળબંબાકાર- જાણો વિગત

દુકાનદારનો(Shopkeeper) જવાબ સાંભળીને ચોંકી ગયો હોવાનું બોલતા દીપક મોદીએ કહ્યું હતું કે જ્યારે મે તેને આ બાબતે સવાલ કર્યો ત્યારે તેણે ડિપોઝીટની રકમ બિલમાં ચાર્જ કરી હોવાનું કહ્યું હતું. તેથી ડીપોઝીટની આટલી મોટી રકમ બાબતે મેં સવાલ પણ કર્યો હતો.એ બાબતે પણ અમારો વિવાદ પણ થયો હતો. આ દરમિયાન દુકાનની બહાર નીકળી રહ્યો હતો ત્યારે અન્ય ગ્રાહક તેમને એક્સપાયરી ડેટ(Expiry date) થઈ ગયેલી બ્રેડ આપવામાં આવી હોવા બાબતે ઝઘડો કરી રહ્યો  હતો ત્યારે તેણે ભૂલથી આપી દીધું હોવાનું કહ્યું હતું. આ વિવાદ વચ્ચે હું બોટલ ખરીદીને પાછો આવ્યો હતો. આ દરમિયાન અન્ય મિત્રો સાથે આ બાબતે ચર્ચા કરતા અન્ય મિત્રોએ પણ તેમને આ દુકાનદારોએ MRP કરતા વધુ પૈસા વસૂલતા હોવાનું કહ્યું હતું.

દુકાનદાર દ્વારા MRP કરતા વધુ કિંમત વસૂલીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે એવું બોલતા દીપક મોદીએ કહ્યું હતું કે MRP કરતા વધુ કિંમત વસૂલવામાં આવી હોવાનું મને ધ્યાનમાં આવ્યું એટલે મે તેને ફરિયાદ કરી હતી. બાકી તો રોજના સેંકડો લોકો તેની દુકાનમાંથી ખરીદી કરતા હશે. કેટલા લોકો સાથે તે MRP કરતા વધુ કિંમત વસૂલતો હશે અને કેટલા લોકોને તે એક્સપાયરી ડેટ સાથેની વસ્તુઓ વેચીને લોકોને છેતરી રહ્યો છે, તે વિચારવાનું થઈ ગયું છે તેની છેતરપીંડીને જોઈને છેવટે મારાથી રહેવાયું નહીં. તેથી મુંબઈ ગ્રાહક પંચાયતમાં લેખિતમાં ફરિયાદ કરી છે. એ સિવાય મહારાષ્ટ્ર સરકારના(Government of Maharashtra) વૈધમાપન ખાતામાં પણ ફરિયાદ કરી છે.
 

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version