News Continuous Bureau | Mumbai
સાયબર ફ્રોડ(cyber fraud) સ્ટરની હેરાનગતિ અને તેના બ્લેકમેલિંગના કારણે મલાડના કુરારના યુવકે આત્મહત્યા કરી લીધી હોવાનો આઘાતજનક બનાવ બન્યો હતો. મલાડ(Malad)ના કુરાર(Kurar)માં રહેલા યુવકે લોન (loan)લીધી નહોતી. છતાં લોનની ઉઘરાણી કરવા તેના મોર્ફ કરેલા નગ્ન ફોટા તેના નજીકના લોકોને મોકલીને રિકવરી(loan recovery agent) એજેન્ટે હેરાન કરતા યુવકે આત્મહત્યા(suicide) કરી લીધી હતી.
યુવકના પરિવારના કહેવા મુજબ તેણે કોઈ લોન લીધી નહોતી. છતાં તેને ઉઘરાણી માટે દિવસના 50 ફોન કરવામાં આવતા હતા. સાયબર ફ્રોડસ્ટરે(cyber fraud) યુવકના મોર્ફ કરેલા નગ્ન ફોટા તેના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા લોકોને મોકલી દીધા હતા, જેમાં તેની મહિલા મિત્રનો પણ સમાવેશ થતો હતો. આરોપીઓએ યુવકના કોન્ટેક્ટ લિસ્ટમાંથી નંબરો મેળવીને યુવક બાબતે ઘસાતા મેસેજ પણ તેના મિત્રોને મોકલ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : વાહ!!! એસી લોકલના ભાડા ઘટવાની સાથે મુંબઈગરાનો ઘસારો, પહેલા જ દિવસે વેસ્ટર્નમાં આટલા ટકા પ્રવાસી વધ્યાં; જાણો વિગતે.
આરોપીઓના આવા કૃત્યને કારણે શરમજનક પરિસ્થિતિમાં મુકાયેલ યુવક બદનામીથી ત્રાસી ગયો હતો. મૃતક યુવક માર્કેટિંગનું (Marketing )કામ કરતો હતો. આરોપીઓની સતામણીથી કંટાળી જવાથી તે અને તેના પરિવારે કુરાર પોલીસ સ્ટેશન(Kurar Police station)માં ફરિયાદ નોંધાવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે એફઆઈઆર (FIR) નહીં નોંધતા ફક્ત એન.સી નોંધી હતી. આ દરમિયાન યુવકની હેરાનગતિ ચાલુ જ હતી. છેવટે કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી હતી. તેની આત્મહત્યા બાદ પોલીસે અજાણ્યા ફ્રોડસ્ટર(Fraudster) સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.