Site icon

લો બોલો!! માત્ર 42 વર્ષમાં આ ચોરટાએ જેલ જવામાં પણ હાફ સેન્ચુરી કરી.. જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai.

Join Our WhatsApp Community

તાજેતરમાં મુંબઈના અગ્રીપાડા પોલીસ સ્ટેશને પકડેલા 42 વર્ષના ચોરટાએ જેલમાં જવા પણ હાફ સેન્ચ્યુરી કરી નાખી છે. લોકોને ઠગનારા આ ચોરટો હાલમાં જ જેલમાંથી છૂટ્યો હતો અને ફરી એક વખત છેતરપિંડી કરવાના ગુના હેઠળ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે.

પોલીસના જણાવ્યા મુજબ 42 વર્ષનો આરોપીને છેતરપીંડીના આરોપ હેઠળ પકડવામાં આવ્યો છે. હજી બે માર્ચના જ તેને તલોજાની જેલથી બહાર આવ્યો હતો અને એ સાથે જ લોકોને ઠગવાનું કામ ચાલુ કરી દીધું હતું.

આ સમાચાર પણ વાંચો : પથ્થરબાજોના નિશાના પર હવે એસી લોકલ, પ્રવાસીઓનો જીવ જોખમમાં, એક પથ્થરથી રેલવેને પડે છે 10,000રૂ.નો ફટકો.. જાણો વિગતે

વ્યવસાયે રીયલ એસ્ટેટ એજન્ટ રહેલા 56 વર્ષા ફરિયાદીએ પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ તે ભાયખલા રેલવે સ્ટેશનથી મદનપુરામાં જઈ રહ્યો હતો ત્યારે આરોપીએ તેને રોકીને તેની વાતમાં ફોસલાવ્યો હતો અને સોનાની ચેન જોવાને બહાને તેની ચેન ચોરીને ભાગી છૂટ્યો હતો. પોલીસમાં થયેલી ફરિયાદ બાદ પોલીસે ટીમ બનાવીને તેને પકડી પાડ્યો હતો.

આરોપીને પકડવા પોલીસે 50થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ફંગોળી કાઢ્યા હતા અને તેની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન તેણે પોલીસ સમક્ષ સુધરવાનું વચન આપ્યું હતું. જો ફક્ત 42 વર્ષની ઉંમરમાં 50 વખત જેલમાં જઈ આવેલો આરોપી સુધરે એમ નથી એવું પોલીસે કહ્યું હતું.

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version