News Continuous Bureau | Mumbai
ગણેશોત્સવના(Ganeshotsav) તહેવારમાં મોટી સંખ્યામાં લોકલ ટ્રેન(Local train) અને બહારગામની ટ્રેનમાં(suburban train) ભીડ ઉમટી રહી છે. ટ્રેનની ભીડમાં ચોરટાઓને(thieves) મોકળુ મેદાન મળી ગયું છે અને હવે તેઓ ભીડનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. છેલ્લા છ દિવસમાં 169 મોબાઈલ ટ્રેનમાં ચોરાઈ ગયા હોવાની ફરિયાદો રેલવે પોલીસ (Railway Police) પાસે આવી છે.
ગણેશોત્સવ દરમિયાન લોકલ, મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં(Local, Mail and Express Trains) ભીડ જોવા મળી રહી છે. છેલ્લા છ દિવસમાં મુંબઈ ડિવિઝનમાં સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલ્વે લાઈનો(Central and Western Railway Lines) પર ટ્રેનોમાં 169 મોબાઈલ ફોનની ચોરી(મોબાઈલ ફોનની ચોરી) થઈ છે.
સૌથી વધુ ચોરી દાદર, કુર્લા, ઘાટકોપર, થાણે, કલ્યાણ, બાંદ્રા, અંધેરી, કાંદિવલી, નાલાસોપારા, વાશી, વડાલા સ્ટેશનોમાં પર મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. મોબાઈલ ફોનની ચોરીની સાથે સાથે પાકીટ અને બેગની ચોરીના કેસમાં પણ વધારો થયો હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : યાત્રીગણ કૃપયા ધ્યાન દે- રવિવારે WRમાં આ બે સ્ટેશનો વચ્ચે રહેશે પાંચ કલાકનો જમ્બો બ્લોક-જાણો વિગત
પોલીસના કહેવા મુજબ ચોરટાઓની મોડસ ઓપરેન્ડી પણ જાણવા જેવી છે. ભીડમાં પ્રવાસીઓની સાથે જ ટ્રેનમાં ચઢી જાય છે અને પછી મોબાઈલ ચોરવા માટે પ્રવાસીની સાથે વાત કરવાનું અથવા ઝઘડો કરવાનું ચાલુ કરે છે, પછી પ્રવાસીઓને વ્યસ્ત કરીને હાથચાલાકી કરીને મોબાઈલ તડફાવી દેતા હોય છે.
રેલવે પોલીસના જણાવ્યા મુજબ 26 ઓગસ્ટના 37, 28 ઓગસ્ટના 34, 29 ઓગસ્ટના 31, 30 ઓગસ્ટના 37 અને 31 ઓગસ્ટના 30 મોબાઈલ ચોરીની ફરિયાદ જુદા જુદા રેલવે સ્ટેશનો પર આવેલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.