News Continuous Bureau | Mumbai
હત્યાની સજા(murder punishment) ભોગવી બહાર આવેલા અને પોલીસને ચોપડે ફરાર જાહેર કરવામાં આવેલા મોસ્ટ વોન્ટેડ આરોપીને(Most Wanted Criminal) પકડી પાડવામાં બોરીવલીની(Borivali.) એમ.એચ.બી. પોલીસ(M.H.B. Police) સફળ રહી છે. એમ.એ.બી. પોલીસ સ્ટેશનના(Police station) સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર(Senior Police Inspector) સુધીર કુડાળકરના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાન્ચની યુનિટને(Crime Branch unit) આ સફળતા મળી છે.
હેમંત રાજન દેશપાંડે નામનો 32 વર્ષનો રીઢો ગુનેગાર હત્યા કેસમાં(murder case) જેલની સજા કાપી ચૂક્યા છે. તેના માથા પર જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અનેક ગુનો નોંધાયા છે. એમ.એચ. બી. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ યુનિટના પોલીસ સબ ઈન્સપેક્ટર અખિલેશ બોંબે, પોલીસ સબ ઇન્સ્પેકટર સંદીપ સાળવે તેને લાંબા સમયથી શોધી રહી હતી. જોકે તે પોલીસને હાથે ચઢતો નહોતો. અનેક વખત તે દહીસર અને કાશીમીરા વિસ્તારમાંથી પોલીસને ચકમો આપીને ભાગી છૂટયો હતો. છેવટે તેનો સાથીદાર ગંગારામ કુંચીકુર્વે પોલીસને હાથે ચઢ્યો હતો, તેની મદદથી હેમંતને પકડી પાડવામાં આવ્યો હતો.
હેમંતના માથા પર ચોરી, લૂંટ(Robbery)સહિતના અનેક ગુના નોંધાયા છે. દર વખતે તે પોલીસને છટકુ આપીને ભાગી છૂટવામાં સફળ થતો હતો. છેવટે પોલીસ તેનો સાથીદાર હાથમાં ચઢતા હેમંતને પણ તેને પકડી પાડ્યો હતો. 17 જૂનના તે કાશીમીરામાં મ્હાડા કોલીનીમાં(Mhada Colony) આવ્યો હોવાની માહીતી મળી હતી. તેને આધારે પોલીસે છટકું ગોઠવ્યું હતું. તેની પકડી પાડવાની કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર બોંબે, પોલીસ હવાલદાર તાવડે, પોલીસ હવાલદાર જોપળે, પોલીસ નામદાર પરીટ, પોલીસ નામદાર દેવકર, પોલીસ સિપાઈ આહેરેનો સમાવેશ થાય છે. તેને પકડી પાડીને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુધીર કુડાળકર તેમ જ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી સચિન શિંદે સમક્ષ તેને હાજર કરવામા આવ્યો હતો. એ સમયે તેણે એમ.એચ.બી. પોલીસ સ્ટેશન, દહિસર, બોરીવલી સહિત મુંબઈના અન્ય વિસ્તારમાં ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી.
ઘરપકડ બાદ તેની પાસેથી ચોરીનો સામાન જપ્ત કરવામા આવ્યો છે. આગળની કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચ યુનિટના પોલીસ સબ ઈન્સપેક્ટર અખિલેશ બોંબે, પોલીસ સબ ઇન્સ્પેકટર સંદીપ સાળવે કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : વાહ- મુંબઈગરા પ્રવાસ થશે વધુ આરામદાયક- મુંબઈના રસ્તા પર દોડશે એસી ઈલેક્ટ્રિક ડબલડેકર બસ- જાણો કઈ સુવિધા હશે આ બસમાં
આ કાર્યવાહીમાં મુંબઈ નોર્થ રિજનલ ઝોનના(Mumbai North Regional Zone) એડીશનલ પોલીસ કમિશનર(Additional Commissioner of Police), વિશાલ ઠાકુર ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન 11, ધમેન્દ્ર કાંબળે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર, બોરીવલી વિભાગ, એમ.એચ.બી. પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર સુધીર કુડાળકર, ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર સચિન શિંદેના માર્ગદર્શનમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર બોંબે, પોલીસ હવાલદાર તાવડે, પોલીસ હવાલદાર જોપળે, પોલીસ નામદાર પરીટ, પોલીસ નામદાર દેવકર, પોલીસ સિપાઈ આહેરે કરી હતી.