ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના અને ઓમિક્રોનની લહેર ધીમી પડી હોવાનું લાગી રહ્યું છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે, સંક્રમણ દરમાં પણ ઝડપમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરમાં મંગળવારે કોરોનાના 11,647 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસ અગાઉ નોંધાયેલા કેસો કરતા 2,001 ઓછા છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 11,647 નવા કોરોના કેસ નોંધાયા છે અને બે લોકોના મોત થયા છે. મુંબઇમાં સંક્રમણના નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 9,39,867 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,413 થઈ ગયો છે. આ દરમિયાન 14,980 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી હતી. પરિણામે મુંબઈનો રિકવરી રેટ 87 ટકા થઈ ગયો છે. મુંબઈમાં પોઝિટીવિટી રેટ પણ ઘટીને 19 ટકા થઈ ગયો છે આ પહેલા 23 ટકા હતો.
મુંબઈમાં ફુલગુલાબી ઠંડીનો માહોલ, સવાર સવારમાં આટલું છે તાપમાન; હજુ આટલા દિવસ રહેશે આવું જ વાતાવરણ
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, ત્યારબાદ છેલ્લા બે-ત્રણ દિવસમાં સંખ્યા સ્થિર થઈ છે. જે સારા સંકેત છે.