ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
મુંબઈ શહેરની અનેક ખાનગી લેબોરેટરીએ કોરોના રિપોર્ટ બનાવવાનું હવે બંધ કરી દીધું છે. વાત એમ છે કે અનેક લોકો માં કોરોના ના લક્ષણો દેખાતા તેઓ લેબોરેટરી તરફ દોટ મૂકે છે. ત્યારે બીજી તરફ લેબોરેટરી પાસે એટલા બધા નમૂના ભેગા થઈ ગયા છે કે તેના રિપોર્ટ આવતાં બે થી ત્રણ દિવસ લાગી રહ્યા છે. આ પરિસ્થિતિમાં જો નવા નમુના લેવામાં આવે તો એટલો બધો કામ નો ભરાવો થઈ જાય તેમ છે કે લેબોરેટરી પહોંચી વળે તેમ નથી.
આ પરિસ્થિતિમાં માત્ર અમુક ગણેલા સેન્ટર પર દર્દી જ્યારે વ્યક્તિગત રીતે પહોંચે છે ત્યારે તેનો સ્વબ કહેવામાં આવે છે. એવું નોંધવામાં આવ્યું છે કે સૌથી મોટી સંખ્યામાં દર્દીઓ લેબોરેટરી પર પહોંચી જતા સોશિયલ ડિસ્ટન્સ નું પાલન નથી થઈ રહ્યું. બીજી તરફ બિમાર દર્દીઓના હાલ વધુ ખરાબ થાય છે.
જોકે આ સમગ્ર વિષય સંદર્ભે લેબોરેટરી વાળો નું કહેવું છે કે લોકો ના નમુના લીધા પછી તે નમૂનાઓને એક નિશ્ચિત ટેમ્પરેચરમાં જાળવવા જરૂરી છે. જો આવું ન કરવામાં આવે તો નમુનાના પરિણામ પર અસર પડે છે. આથી નવા સેમ્પલને થોડા સમય માટે રોકી દેવામાં આવ્યા છે.
અનેક લોકો કોરોના ટેસ્ટિંગ માટે માણસને ઘરે બોલાવતા હોય છે. જોકે હમણાં એવું નોંધવામાં આવી રહ્યું છે કે કોઈ વ્યક્તિ તત્કાળ ધોરણે સ્વબ લેવા ઘરે જતી નથી. તેમજ રિપોર્ટ પણ બેથી ત્રણ દિવસ પછી આપવામાં આવે છે.