News Continuous Bureau | Mumbai
મુંબઈવાસી(Mumbaikars) ઓ માટે એક મહત્વના અને મોટા સમાચાર છે. તેમના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. મુંબઈમાં ઓટો અને ટેક્સીમાં મુસાફરી કરવી હવે મોંઘી થવા જઈ રહી છે.
ટેરિફમાં તાજેતરના સુધારા મુજબ, ઓટોરિક્ષા (auto rikshaw)માટે લઘુત્તમ શેર ભાડું રૂ. 9 થી વધારીને રૂ. 10 કરવામાં આવશે, જ્યારે મુંબઈ(Mumbai)માં લઘુત્તમ ટેક્સી શેરનું ભાડું વર્તમાન રૂ. 8 થી વધારીને રૂ. 9 કરવામાં આવશે. આ ઉપરાંત, દર પાંચ મિનિટની રાહ જોવા માટે, મુસાફરો(Passenger)એ વધારાના ભાડા ઉપરાંત કિમી ભાડા તરીકે ઓટો માટે રૂ. 8 અને ટેક્સી માટે રૂ. 9 ચૂકવવા પડશે.
આ સમાચાર પણ વાંચો : દુકાનો પર મરાઠી સાઈનબોર્ડ ન લગાવનારાઓ સામે BMC થઇ કડક- પહેલા જ દિવસે આટલા ટકા દુકાનદારોને ફટકારી દીધી નોટિસ
મહત્વનું છે કે આ મહિનાની શરૂઆતમાં, ઓટો અને ટેક્સી(Taxi)ઓ માટે લઘુત્તમ ભાડામાં અનુક્રમે 3 અને 5 રૂ. નો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે, ઓટો 1.5 કિમીની રાઈડનો ખર્ચ રૂ. 21 થી રૂ. 23 અને ટેક્સી માટે રૂ. 25 થી વધીને રૂ. 28 થયો. ઓટો માટે કિલોમીટરનું ભાડું 15.33 રૂપિયા અને ટેક્સી માટે 18.66 રૂપિયા છે. આ માટે અધિકારીઓએ નવા મીટર પણ આપી દેવામાં આવ્યા છે. નવા મીટરનું માપાંકન કરવા માટે આરટીઓ(RTO) અધિકારીઓ દ્વારા કેટલાક ઈલેક્ટ્રોનિક મીટર પર પ્રોગ્રામ અપલોડ કરવામાં આવ્યા હતા, જેને 48 કિમી (દરેક મીટર માટે) માટે ફરજિયાત ટેબલ ટેસ્ટ કરવા માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા અને તપાસ કરવા માટે કે પુનઃગણતરી યોગ્ય રીતે કરવામાં આવી રહી છે કે નહીં. .
આ મીટર હવે ઓટોરિક્ષા અને ટેક્સીના પ્રથમ બેચમાં લગાવવામાં આવશે, જે બુધવારે શહેરના 4 આરટીઓમાં ટ્રેક ટેસ્ટ માટે આવે તેવી શક્યતા છે. ટ્રેક ટેસ્ટમાં સામાન્ય રીતે નવા મીટર સાથે ઓટો અથવા ટેક્સીને ઓછામાં ઓછા 2 કિમી સુધી ચલાવવાનો અને મીટર રીડિંગ સચોટ છે કે કેમ તે તપાસવાનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : ઓલા-ઉબેરની જેમ હવે મુંબઈમાં બેસ્ટની પણ કેબ સર્વિસ આવશે- જાણો શું છે યોજના
