News Continuous Bureau | Mumbai
કોરોના મહામારી બાદ(Corona epidemic) આખરે મુંબઈમાં બે વર્ષ બાદ નવરાત્રીની (Ganeshotsav) ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. અને હવે નવ દિવસ સુધી ચાલતો તહેવાર હવે પૂર્ણતાને આરે છે. આવતી કાલે દશેરા છે. વિજયાદશમીની સાંજે દાદરના શિવાજી પાર્ક મેદાનમાં શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથનો દશેરા મેળાવડો યોજાશે. તો એકનાથ શિંદેની સભા બાંદ્રામાં બીકેસીમાં આવેલા એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં યોજાશે. આ દશેરાના મેળાને હવે ગણતરીના કલાકો જ બાકી છે. દશેરાના મેળા નિમિત્તે રાજ્યભરમાંથી શિવસૈનિકો શિવતીર્થ ખાતે ઉમટશે તેવી શક્યતા છે. આ પૃષ્ઠભૂમિમાં, મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગે મુંબઈ શહેરમાં સરળ ટ્રાફિક સુનિશ્ચિત કરવા અને મુસાફરોને અસુવિધા ટાળવા માટે એક વિશેષ આયોજન કર્યું છે.
શિવાજી પાર્ક
સવારે 9 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી, નીચે આપેલા રસ્તાઓ પર પાર્કિંગની મંજૂરી આપવામાં આવશે નહીં:
– SVS રોડ (સિદ્ધિવિનાયક જંકશનથી યસ બેંક સુધી)
– કેલુસ્કર રોડ દક્ષિણ અને ઉત્તર, દાદર
– એસવીએસ રોડ, દાદર સાથેના તેના જંક્શનથી એમબી રાઉત રોડ
– દાદાસાહેબ રેગે માર્ગ, સેનાપતિ બાપત પ્રતિમાથી ગડકરી જંકશન સુધી, દાદર
– દિલીપ ગુપ્તે માર્ગ, શિવાજી પાર્ક ગેટ નંબર 4 થી શીતલાદેવી મંદિર જંકશન સુધી
– એનસી કેલકર માર્ગ ગડકરી જંક્શનથી હનુમાન મંદિર જંક્શન, દાદર સુધી
– એલજે રોડ, રાજાબાદે સિગ્નલથી ગડકરી જંકશન
નો એન્ટ્રી:
– SVS રોડ પર સિદ્ધિવિનાયક મંદિર જંક્શનથી કાપડ બજાર જંક્શન, માહિમ સુધી વાહનો માટે નો એન્ટ્રી.
– કેલુસ્કર માર્ગ (ઉત્તર) સુધી રાજા બધે ચોક જંકશન પર વાહનો માટે નો એન્ટ્રી.
– પાંડુરંગ નાયક માર્ગ પરના તેના જંકશનથી દિલીપ ગુપ્તે રોડ પર દક્ષિણ તરફ જતા ટ્રાફિક માટે નો એન્ટ્રી.
– ગડકરી ચોક જંકશન પર કેલુસ્કર રોડ (દક્ષિણ) સુધી નો એન્ટ્રી.
– દાદાસાહેબ રેગે રોડ પર સેનાપતિ બાપટ પ્રતિમાથી ગડકરી જંકશન સુધી નો એન્ટ્રી.
– પદ્માબાઈ ઠક્કર માર્ગ જંકશનથી એલજે માર્ગ સુધી બાલ ગોવિંદદાસ માર્ગ પર નો એન્ટ્રી.
આ સમાચાર પણ વાંચો : ઝટકે પે ઝટકા- એક જ દિવસમાં મુંબઈ શહેરમાં સીએનજી ના ભાવ આટલા બધા વધી ગયા- એવું લાગે છે જાણે કે ત્રણ ચાર ભાવ વધારા એક સાથે આવી ગયા- જાણો નવા ભાવ
બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC):
સવારે 9 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી, દશેરાના મેળા માટે લોકોને લઈ જતા વાહનો સિવાય નીચેના પ્રતિબંધો લાગુ પડશે:
– વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ધારાવી અને બાંદ્રા-વરલી સી લિંક થી ફેમિલી કોર્ટ થઈને કુર્લા તરફ આવતા વાહનોને નો એન્ટ્રી
– સંત જ્ઞાનેશ્વર રોડથી BKC ઈન્કમટેક્સ જંક્શન થઈને કુર્લા તરફ આવતા વાહનોને નો એન્ટ્રી.
– સરકારી કોલોની, કનકીયા પેલેસ અને વાલ્મિકી નગરથી BKC પરિસર થઈને ચુના ભટ્ટી અને કુર્લા તરફ આવતા વાહનોને નો એન્ટ્રી.
– બીકેસી થઈને સર્વે જંકશન અને રઝાક જંકશન થી આવતા વાહનોને નો એન્ટ્રી
– BKC માં ચુનાભટ્ટીથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે થઈને BKC કનેક્ટર સાઉથ-બાઉન્ડનો ઉપયોગ કરીને આવતા વાહનોને નો એન્ટ્રી.
આ સમાચાર પણ વાંચો : ચૂંટણી પંચનું મોટું એલાન – મહારાષ્ટ્ર સહિત આ 6 રાજ્યોની ખાલી બેઠકો માટે જાહેર કરી પેટા-ચૂંટણીની તારીખ- જાણો ક્યારે થશે મતદાન અને ક્યારે થશે મતગણતરી
વૈકલ્પિક માર્ગો:
– વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, બાંદ્રા-વરલી સી લિંક થી BKC થઈને કુર્લા તરફ આવતા વાહનો ફેમિલી કોર્ટ જંક્શનથી વાહન ચાલકો U-ટર્ન લઈ શકશે- MMRDA જંક્શનથી લેફ્ટ ટર્ન લઇને T-જંક્શન થઈને કુર્લા તરફ આગળ વધી શકાશે.
– સંત જ્ઞાનેશ્વર નગરથી BKC ઈન્કમટેક્સ જંક્શન થઈને આગળ વધતા વાહનો ગુરુ નાનક હોસ્પિટલ-જગત વિદ્યા મંદિર જંક્શન-કલાનગર જંક્શન થઈને અને ધારાવી ટી-જંક્શન થઈને કુર્લા તરફ આગળ વધી શકાશે.
– રજ્જાક અને સર્વે જંક્શનથી BKC પરિસરમાંથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ધારાવી અને બાંદ્રા-વરલી સી લિંક તરફના વાહનો સીએસટી રોડ, યુનિવર્સિટી મેઈન ગેટ, આંબેડકર જંકશન-રાઈટ ટર્ન હંસ ભુગરા જંકશન થઈને આગળ વધી શકાશે અને ગંતવ્ય સુધી પહોંચી શકાશે.
– ચુના ભટ્ટીથી બીકેસી તરફ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી આવતા વાહનો સાયન સર્કલ પર રાઈટ ટર્ન લેઈને ટી જંકશન – કલાનગર જંકશન થઈને તેમના ગંતવ્ય સુધી પહોંચી શકાશે.
જોકે BKC માટે 5 ઓક્ટોબર પહેલા જારી કરાયેલા પાર્કિંગ પ્રતિબંધો તે દિવસે સવારે 9 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી હળવા કરવામાં આવશે. દશેરા મેળામાં લોકોને લઈ જતી બસો અને કાર માટે જિયો ગાર્ડન બેઝમેન્ટ, MMRDA પે એન્ડ પાર્ક, ફટાકા મેદાન, પંજાબ નેશનલ બેંકની સામે ખુલ્લું મેદાન, MCA ક્લબ પાર્કિંગમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ચુનાભટ્ટી ખાતે સોમૈયા કોલેજ ગ્રાઉન્ડ, ટ્રેડ સેન્ટર પાસે ખુલ્લું સ્થળ, ડાયમંડ બોર્સ બેઝમેન્ટ પાર્કિંગ, યુનિવર્સિટી ગેટ આંતરિક જગ્યા, 3 કુમાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખુલ્લું મેદાન, સીબીઆઈ બિલ્ડિંગ પાર્કિંગ પાસે ખુલ્લું મેદાન વગેરે સ્થળોએ પણ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : એક તરફ 19 કરોડ લોકો ભૂખ્યા સુવે છે બીજી તરફ ભારતીયો વિશ્વમાં સૌથી વધુ ખોરાક બગાડે છે- ચોંકાવનારી વિગતો સામે આવી