News Continuous Bureau | Mumbai`
મુંબઈ(mumbai)ના પરેલ(Parel) વિસ્તારમાં મહાનગર ગેસ(Mahanagr gas)ની પાઈપલાઈન(Pipeline)માંથી ગેસ લીક થવાની ઘટના સામે આવી છે. ગેસ લીકેજના કારણે પાઇપલાઇન વિસ્તારમાં રોડ પર આગ ફાટી નીકળી છે. આ આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો છે. અહીંથી થોડે દૂર પેટ્રોલ પંપ છે. એટલે મોટી દુર્ઘટના થવાની સંભાવના છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા છે. હાલ તેઓ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મોટા સમાચાર : #પરેલમાં #મહાનગરગેસ પાઇપલાઇનમાં #લીકેજ, રસ્તા પર ફાટી નીકળી #આગ.. જુઓ વીડીયો..
#Mumbai #parel #mahanagargas #leakage #fire #video #newscontinuous pic.twitter.com/WdXAfyrv4O— news continuous (@NewsContinuous) August 29, 2022
સાથે આ ગેસ લીકેજ(Gas leakage) ને રોકવાના પ્રયાસો ચાલુ છે. સાવચેતીના પગલા તરીકે વિસ્તારને કોર્ડન કરવામાં આવી રહ્યો છે અને દુકાનો(Shop) પણ બંધ કરી દેવામાં આવી છે. હિંદમાતા(Hindmata) ખાતે પેટ્રોલ પંપ(Petrol pump)ની સામે મહાનગર ગેસ લિમિટેડની ભૂગર્ભ ગેસ પાઇપલાઇન છે. આ સ્થળે અચાનક જમીનની નીચેથી આગની જ્વાળાઓ આવવા લાગી હતી, જેના પછી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર બ્રિગેડ(Fire Brigade)ની તત્પરતાના કારણે મોટો ખતરો ટળી ગયો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ થઇ હોવાના અહેવાલ મળ્યા નથી
આ સમાચાર પણ વાંચો : સેન્ટ્રલ રેલવેમાં એક બે કલાકનો નહીં પણ 25 કલાકનો મેગા બ્લોક-આ છે કારણ
પ્રશાસને આ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો છે. સાથે રાહત કાર્યમાં કોઈ અડચણ ન આવે તે માટે પોલીસ પ્રશાસન પણ સ્થળ પર પહોંચી ગયું છે.