News Continuous Bureau | Mumbai
મુંબઈની સેંકડો હાઉસિંગ સોસાયટી(Mumbai Housing society)માં રહેવાસીઓની વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને મુંબઈના દરેક પોલીસ સ્ટેશન(Police station)માં ખાસ કો-ઓપરેટીવ સોસાયટી(co0-operative society)ઓ સંબંધિત ફરિયાદોનો નિકાલ કરવા એક વિશેષ ઈન્સ્પેકટર નિયુક્ત કરવામાં આવવાનો છે. રવિવારે સોશિયલ મીડિયા પર મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે(Mumbai CP Sanjay Pandey)એ તેની જાહેરાત કરી હતી.
સોસાયટીના સભ્યએ સોસાયટીના કોઈપણ પદાધિકારીની સંપૂર્ણ વિગત વિવાદની સ્પષ્ટતા કરીને લેખિતમાં ફરિયાદ આપવાની રહેશે. કમિટી ત્યારબાદ ૧૫ દિવસમાં મિટિંગ યોજીને આ ફરિયાદની સમીક્ષા કરીને નિર્ણય લેશે અને સભ્યને તેને જાણ કરશે. કમિટી જો રહેવાસીને પરેશાન કરશે તો ફરિયાદી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને સોસાયટીના પદાધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરી શકશે.
સભ્યને કમિટી તરફથી ૧૫ દિવસમાં કોઈ જાણકારી નહિ મળે તો તે પોતાની ફરિયાદોના નિરાકરણ માટે સંબંધિત પોલીસ અધિકારીને મળી શકશે. તેણે મૂળ ફરિયાદની નકલ સક્ષમ અધિકારીને આપવી પડશે.
આ દરમિયાન ગુજરાતીઓની બહોળી વસ્તી ધરાવતા ઘાટકોપર પંતનગર(Ghatkopar’s Pantnagar)ની એક સોસાયટીના હોદ્દેદારો સામે કેસ નોંધવામાં આવ્યો હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યુ હતું.
આ સમાચાર પણ વાંચો : શાબ્બાશ!! આરોપીના ફક્ત પગના ફુટેજના આધારે દહીસર પોલીસે ચેન સ્નેચિંગના આરોપીને ઝબ્બે કર્યા જાણો વિગતે
કોઓપરેટીવ બાબતોના વકીલોએ જણાવ્યું કે હાલ પણ સોસાયટીના કોઈ સભ્યની ગેરવર્તણૂકની ફરિયાદ બાય લો નં. ૧૧૭૪(ઈ)(આઈ) હેઠળ થઈ શકે છે. આવી ફરિયાદોના નિકાલ માટે સંબંધિત વિભાગનો સંપર્ક કરવો જોઈએ. એના માટે પોલીસ સ્ટેશન હોવું પૂરતુ નથી પણ આવી ફરિયાદોનો સમજદારીપૂર્વક ઉકેલ લાવી શકે તેના અધિકારીઓની જરૃર છે.
સોસાયટી બાબતોના નિષ્ણાંતોએ જણાવ્યું કે મોટાભાગની હાઉસિંગ સોસાયટીઓના પદાધિકારીઓ તેમને મળેલી સત્તાનો દુરુપયોગ કરે છે. અહીં પણ રાજકારણ ચાલે છે અને અમુક સભ્યોને લક્ષ્યાંક બનાવીને પક્ષપાતભર્યું વલણ અપનાવતા હોય છે. તેમણે જણાવ્યું કે સમર્પિત પોલીસ સ્ટેશન ઊભા કરતી વખતે તેની હાલત લોકપાલ જેવી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈશે.