Site icon

ગણેશોત્સવમાં લાઉડ સ્પીકર વગાડો છો- તો આ નિયમોનું રાખજો ધ્યાન નહીં તો મુશ્કેલીમાં મુકાઈ જશો  

 News Continuous Bureau | Mumbai

બે વર્ષ બાદ આ વર્ષે ધૂમધામથી ગણેશોત્સવની(Ganeshotsav) ઉજવણી થવાની છે. ભક્તો(Devotees) પણ ભારે ઉત્સાહમાં જણાઈ રહ્યા છે. સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની(Public Ganeshotsava Mandals) તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. પરંતુ આ વખતે સાર્વજનિક ગણેશોત્સવ મંડળોએ લાઉડ સ્પીકર(Loud speaker) લગાવતા પહેલા સાવચેતી રાખવી પડવાની છે. અતિઉત્સાહમાં આવીને લાઉડ સ્પીકરની અવાજની મર્યાદાનું પાલન ઉલ્લંઘન ન થાય તે માટે મુંબઈ પોલીસે(Mumbai Police) તમામ મંડળોને સૂચના આપી છે. તેમ જ ધ્વનિપ્રદૂષણનો(Noise pollution) નિયમનો ભંગ થયો તો સંબંધિતો સામે કાર્યવાહી કરવાની પોલીસે ચેતવણી પણ આપી છે.

Join Our WhatsApp Community

આ લાઉડ સ્પીકરનો મોટો અવાજ બાળકોની સાથે સાથે વડીલોને પણ હેરાન કરે છે. લાઉડ સ્પીકરને મંજૂરી તો છે; પરંતુ તેનો અવાજ માથુ ફાડી નાખે એવો તીવ્ર હોવો જોઈએ નહીં. જો કોઈ  મંડળો સામે ફરિયાદ આવી તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે, તેથી તમામ ગણેશ મંડળોએ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે એવી પોલીસે તમામ ગણેશમંડળોને સૂચના આપી છે.

આ સમાચાર પણ વાંચો :  છત્રી રેઇનકોટ સાથે જ રાખજો-હવામાન વિભાગે વરસાદને લઈને કરી છે આવી આગાહી-આ તારીખથી વિદાય લેશે ચોમાસુ

પોલીસના કહેવા  મુજબ સાર્વજનિક ગણેશોત્સવ મંડળોએ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ સમયનું પણ પાલન કરવું જોઈએ. પર્યાવરણ સુરક્ષા અધિનિયમ(Environment Protection Act) 1986, ધ્વનિ પ્રદૂષણ અધિનિયમ 2000 હેઠળ સવારે 6 થી 10 અને રાત્રે 10 થી સવારે 6 વચ્ચે અવાજની વિવિધ મર્યાદાઓ હેઠળ અવાજનું સ્તર નક્કી કરવામાં આવ્યું છે.

મુંબઈ પોલીસે માહિતી આપી છે કે જો લાઉડસ્પીકરની ઉલ્લેખિત શરતોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો બોર્ડ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ અરજીમાં દર્શાવેલ જગ્યા પોલીસની પરવાનગી વિના બદલવી જોઈએ નહીં, અન્યથા ઈશ્યુ કરેલ લાઇસન્સ રદ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : હેલો – આદિત્ય ઠાકરે બોલી રહ્યો છું ૨૫ હજાર મોકલો – આ એક ફોન કોલે મહારાષ્ટ્ર પોલીસ માટે ઉભી કરી મુશ્કેલી-જાણો શું છે સમગ્ર મામલો

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version