ન્યૂઝ કંટીન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
આંખ મારવી અને ફ્લાઇંગ કિસ કરવી કેટલી ખતરનાક છે તેનું ઉદાહરણ મુંબઈમાં પ્રાપ્ત થયું છે. વાત એમ છે કે મુંબઇની એક પોસ્કો કોર્ટે શારીરિક ઉત્પીડન આ મામલામાં 20 વર્ષના એક યુવકને ૧૩ મહિનાની જેલ અને પંદર હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ વ્યક્તિએ એક બાળકીને આંખ મારી હતી અને ફ્લાઇંગ કિસ કર્યું હતું. છોકરીએ આ સંદર્ભે ફરિયાદ કરી અને ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો. કોર્ટે આંખ મારવાની તેમજ ફ્લાઇંગ કિસ કરવાની ગતિ વિધિને ગંભીર માની ને આવું કરનાર યુવક સામે સખત કાર્યવાહી કરી છે.
મુંબઈ વાસીઓ માટે સારા સમાચાર : વસઈ ભાયંદર ખાડી પર નવો બ્રિજ બનશે. જાણો વિગત
મુંબઈમાં આવેલા આ ચુકાદાને હવે દેશભરની કોર્ટો માં રેફરન્સ તરીકે લેવાશે. એટલે હવે એક વાત સ્પષ્ટ છે કે મજાક મસ્તી માં પણ આંખ મારવાનું અને ફ્લાઇંગ કિસ કરવાનું સદંતર બંધ. નહીં તો જેલના સળિયા ગણવા પડશે.