ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ 2021
સોમવાર.
જે રોકેટની ગતિએ કોરોના ના કેસ વધી રહ્યા છે તેને કારણે મેડિકલ ફેસીલીટી બહુ ઝડપથી ઘટી રહી છે. મુંબઈ મહાનગર પાલિકા પાસે કુલ 1805 ICU બેડ છે. આમાંથી આજની તારીખમાં માત્ર 130 બેડ ખાલી છે. તેમજ વેન્ટિલેટર બેડ ની સંખ્યા 1143 છે જેમાંથી માત્ર ૭૩ ખાલી છે. આ સિવાય ડાયાબિટીસ અને કેન્સર માટે આરક્ષિત એવા 139 બેડ છે જેમાંથી માત્ર 45 બેડ ખાલી છે.
મુંબઈ મહાનગર પાલિકા પાસે કોરોનાની ચિકિત્સા માટે લગભગ 16000 બેડ છે. જેમાંથી આજની તારીખમાં માત્ર ચાર હજાર ખાલી છે.
મુંબઈવાસીઓએ ભર્યો 50 કરોડ રૂપિયાનો દંડ, પણ હજી સુધરવા તૈયાર નથી. જાણો વિગત.
આમ મુંબઈ શહેરની મેડિકલ ફેસેલીટી ઘણા નીચા સ્તર પર પહોંચી ગઈ છે.
પૂના શહેરનો ચોંકાવનારો કિસ્સો : ઓક્સિજન બેડ ન મળતા વૃદ્ધાએ પુત્ર ની સામે અંતિમ શ્વાસ લીધા
