News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેરમાં કોરોનાવાયરસ ના કેસ સતત વધી રહ્યા છે. બુધવારના દિવસે માત્ર 24 કલાકની અંદર કોરોનાના નવા 1765 કેસ નોંધાયા છે. આ આંકડો માત્ર એક દિવસ પહેલા કરતાં 42 ટકા વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારના દિવસે મુંબઈમાં કોરોના ના 1200 કેસ નોંધાયા હતા. અને ચોવીસ કલાકમાં 500 દર્દીઓની સંખ્યા વધી ગઈ. આ આંકડો 25 જાન્યુઆરી પછીનો સૌથી મોટો આંકડો છે. બીજી તરફ દેશભરમાં ચોવીસ કલાક દરમ્યાન 7240 કેસ નોંધાયા છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત પાંચ પક્ષના અધ્યક્ષોને મળી નોટિસ- જાણો શું છે સમગ્ર મામલો
મહારાષ્ટ્રના ટાસ્ક ફોર્સે સરકારને ભલામણ કરી દીધી છે કે માસ્ક પહેરવાનું અનિવાર્ય કરવામાં આવે. જો કે આ સંદર્ભે સરકારે અત્યાર સુધી કોઈ પગલા લીધા નથી. પરંતુ જે આંકડા દેખાઈ રહ્યા છે તેનાથી એક વાત સ્પષ્ટ છે કે લોકોએ પોતાની સંભાળ રાખવાનું શરૂ કરી દેવું જોઇએ કારણ કે ચોમાસુ આવતાની સાથે જ શરદી અને કફ ના કેસ વધવા માંડશે અને તે સમયે પરિસ્થિતિ વિકટ બની શકે છે.