લો બોલો-મુંબઈમાં માત્ર પાંચ દિવસમાં આખા જુલાઈનો 64 ટકા વરસાદ પડી ગયો-જાણો તાજા આંકડા

News Continuous Bureau | Mumbai 

મુંબઈ(mumbai) સહિત રાજ્યમાં ચોમાસું(Monosoon) બરોબરનું જામી ગયું છે. જૂન મહિનામાં નિરાશ કરનારા વરસાદે જોકે જુલાઈ મહિનાના પહેલા પાંચ દિવસમાં પૂરી કસર પૂરી કરી નાખી છે. મુંબઈમાં માત્ર પાંચ દિવસમાં જ જુલાઈ મહિનાનો ૬૪ ટકા વરસાદ પડી ચૂક્યો છે.

કોલાબા(Colaba) વેધશાળાના(Observatory) જણાવ્યા મુજબ સામાન્ય રીતે જુલાઈ મહિનામાં સરેરાશ ૮૫૫.૭ મિલીમીટર વરસાદ પડવો જોઈએ. મંગળવાર સાંજ સુધીમાં જ મુંબઈમાં ૫૫૫ મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે. તેમાંથી ૨૦૦ મિ.મી. મંગળવાર બપોરના પૂરા થયેલા ૩૬ કલાકમાં જ પડી ગયો હતો.

મંગળવારના સવારના ૮.૩૦ વાગ્યાથી બપોરના ૨.૩૦વાગ્યા સુધીના છ કલાકમાં વરસાદનું જોર હતું ત્યારે. છ કલાકમાં સાંતાક્રુઝમાં(Santa Cruz) ૧૧૫.૩ મિ.મી.(સવા ચાર ઈંચ) વરસાદ પડ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : કાંદિવલીના સ્વિમિંગ પૂલમાં એક વયસ્ક વ્યક્તિનું મૃત્યુ- તપાસ ચાલુ

બુધવાર સવારના ૨૪ કલાક દરમિયાન દક્ષિણ મુંબઈમાં(South Mumbai) 107 મિ.મી.(સવા ચાર ઈંચ), પૂર્વ ઉપનગરમાં(East Suburbs) 172 મિ.મી.(7ઈંચ) અને પશ્ર્ચિમ ઉપનગરમાં(western suburbs) 152 મિ.મી.(6 ઈંચ) વરસાદ નોંધાયો હતો.

આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી(Rainfall forecast) હોવાથી જૂન મહિનાની કસર જુલાઈમાં વરસાદ પૂરી કરી નાખવાનો છે. મુંબઈ માટે આગામી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ(Orange alert) રહેશે. મધ્ય પ્રદેશના(Madhya Pradesh) મધ્ય ભાગમાં લો પ્રેશર સર્જાયુ છે, તો ગુજરાત કિનારાથી(Gujarat coast) મહારાષ્ટ્રના કિનારપટ્ટી(Maharashtra Coast) સુધીના વિસ્તારમાં ઓફશોટર ટ્રફ(Offshore trough) સર્જાયું છે અને વરસાદ લાવનારા પશ્ર્ચિમી પવનો પણ ભારે માત્રામાં ફૂંકાઈ રહ્યા છે. આગામી ચારથી પાંચ દિવસ મુંબઈ સહિત રાજ્યમાં ભારે વરસાદનો અંદાજો છે, તેમાં પણ અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. રાયગઢ(Raigarh), રત્નાગિરી(Ratnagiri) માટે રેડ એલર્ટ રહેશે.
 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!