ન્યુઝ કનટીનયુઝ બ્યુરો,
મુંબઈ, 8 જાન્યુઆરી 2022
શનિવાર.
દેશભરમાં મહામારી કોરોનાની ગતિ ખૂબ જ ઝડપથી વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હી અને મહારાષ્ટ્ર આજની સ્થિતિએ દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત છે. જ્યાં એક જ દિવસમાં હજારો લોકો સંક્રમિતો થઇ રહ્યાં છે. મુંબઈમાં સતત બીજા દિવસે 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.
મુંબઈ મહાનગર પાલિકાએ જાહેર કરેલા આંકડા અનુસાર શહેરમાં ગઈ કાલે કોરોનાની 67,847 ટેસ્ટ કરાઈ હતી જેમાંથી 20971 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આમ કોરોનાનો આંકડો દિવસે-દિવસે વધી રહ્યો છે. ગઈ કાલે 29.90 ટકા જેટલો પોઝિટિવિટી રેટ આવ્યો હતો. ગઈ કાલના 20971 પોઝિટિવ કેસ સાથે અત્યાર સુધીના કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 8,74,780 પર પહોંચી ગયો છે.
આ દરમિયાન 2837 દર્દીઓ સાજા થયા છે. આ સાથે કોરાનાથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 7,64,053 પર પહોંચી ગઈ છે. મુંબઈમાં ગઈ કાલે કોરોનાને કારણે 6 લોકોનાં મોત નીપજ્યા છે. આ સિવાય 1395 દર્દીઓ હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુંબઈની હોસ્પીટલમાં 35 હજારથી વધુ દર્દીઓની પથારી તૈયાર કરવામાં આવી છે. જેમાંથી 6532 પથારી ઉપયોગમાં છે.