News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના(Raigad District, Maharashtra) હરિહરેશ્વર(Harihareshwar) ખાતે બે શંકાસ્પદ બોટ મળી આવ્યા બાદ હવે રાજ્ય માટે વધુ એક જોખમી સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમને(Traffic Control Room of Mumbai Police) ભારત બહારના એક નંબર પરથી આતંકી હુમલાની (Terrorist attack) ધમકી મળી છે. તેથી મુંબઈ હાલ એલર્ટ મોડ પર છે. ધમકીભર્યો મેસેજ(Threatening message) પાકિસ્તાનના(Pakistan) એક નંબર પરથી આવ્યો હોવાનું કહેવાય છે.
મળેલ માહિતી અનુસાર, મુંબઈ પર 26/11 જેવા આતંકવાદી હુમલાની ધમકી ફોન પર આપવામાં આવી છે. તેથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે તપાસ ચાલુ કરી દીધી હોવાનું જાણવા મળે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ધમકી મુંબઈ પોલીસને આપવામાં આવી છે. આ મેસેજ ભારત બહારના નંબરો પરથી મુંબઈ પોલીસને(Mumbai Police) મોકલવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવાયો દહીં-હાંડીનો તહેવાર- મુંબઈમાં આટલા ગોવિંદા થયા ઘાયલ, કરાયા આ હોસ્ટિપલમાં દાખલ
આ નંબરને ટ્રેક કરવામાં આવી રહ્યો છે અને સમગ્ર પોલીસ વિભાગ એલર્ટ પર છે. મેસેજરે કહ્યું કે જો તમે તેનું લોકેશન ટ્રેસ(Location trace) કરશો તો તે ભારતની બહાર દેખાશે અને બ્લાસ્ટ મુંબઈમાં થશે. આ ધમકીમાં એવું પણ લખવામાં આવ્યું છે કે છ લોકો ભારતમાં આ કામ કરવા જઈ રહ્યા છે. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને અન્ય એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે.
પોલીસને આવેલા આ મેસેજમાં 26/11 જેવો હુમલો કરવાની ચેતવણી આપવામાં આવી છે. કંટ્રોલ રૂમના વોટ્સએપ(WhatsApp) પર પાકિસ્તાની નંબર(Pakistani no) પરથી આ ધમકી આપવામાં આવી હતી. આ આતંકવાદી હુમલાની ધમકીથી મુંબઈ સહિત સમગ્ર દેશમાં ટેન્શન વધી ગયું છે.