ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
રાજકારણમાં આરોપ પ્રત્યારોપ કંઈ નવા નથી. પરંતુ વેક્સિન સંદર્ભે લાગેલા આરોપો બાદ હવે મહારાષ્ટ્રના તમામ નેતાઓ ના મોઢા બંધ થઈ ગયા છે. વાત એમ છે કે મુંબઈમાં ખાનગી વેક્સિન સેન્ટર બંધ થઇ ગયાના 24 કલાકની અંદર કેન્દ્ર સરકારે 99000 ડોઝ મોકલાવ્યા હતા. હવે કેન્દ્ર સરકારે માત્ર 24 કલાકની અંદર એક લાખ 34 હજાર નવા ડોઝ મોકલાવ્યા છે.
પરિણામ સ્વરૂપ મુંબઈ શહેરમાં ૬૨ ખાનગી હોસ્પિટલ સહિત તમામ સરકારી સેન્ટરો પર વેક્સિનેશન કાર્યક્રમ પહેલાની માફક શરૂ થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે વેક્સિનેશન સપ્તાહની શરૂઆત કરી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં વેક્સિન ની કમી થાય તેવી શક્યતા નહિવત છે.
14 દિવસનું લોકડાઉન શા માટે જરૂરી? રાજ્ય સરકારે સર્વ દળ ની મીટિંગમાં શું દલીલો આગળ ધરી?