ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ડિસેમ્બર 2021
મંગળવાર.
મુંબઈમાં અઠવાડિયાની અંદર જ કોરોના કેસમાં બમણો વધારો થઈ ગયો છે. 190 પરથી 900ની ઉપર થઈ ગયો છે. ત્યારે કોરોના કેસમાં વધારો થવા પાછળનું સાયન્ટિફિક કારણ તો પાલિકા શોધી રહી છે. પરંતુ મુંબઈગરા પોતે પણ તે માટે જવાબદાર હોવાનું પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલનું કહેવું છે.
મુંબઈના તમામ નિયંત્રણો હળવા કરવામાં આવ્યા બાદ મુંબઈમાં સાર્વજનિક સ્થળો પર મોટા પ્રમાણમાં ગીરદી થઈ રહી છે. લોકલ ટ્રેનમાં, બજારોમાં ભારે ભીડ હોય છે. ક્રિસમસની રજા હોવાથી ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો ફોરેનથી અહીં આવી રહ્યા છે. મહિનાની અંદર 5,000થી વધુ વિદેશથી નાગરિકો અહીં આવ્યા છે. ધાર્મિક, સામાજિક, કાર્યક્રમ, લગ્ન સમારંભમાં પુષ્કળ પ્રમાણમાં લોકો એકઠા થઈ રહ્યા છે. જેમાં લોકો બિન્દાસ કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. સાર્વજનિક સ્થળ પર લોકોએ માસ્ક પહેરવાનું બંધ કરી દીધું છે. સોશિયલ ડિસ્ટિન્સિંગના નિયમોનું પાલન કરતા નથી. હજી પણ લોકો વૅક્સિન લેવાથી દૂર ભાગી રહ્યા છે. આ બધા કારણથી પણ મુંબઈમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો હોવાની નારાજગી કમિશનર ઈકબાલસિંહ ચહલે સોમવારે વ્યક્ત કરી હતી. તેથી જો આગામી સમયમાં લોકોએ કાળજી લીધી નહીં તો કોરોના કેસમાં હજી વધારો થવાનો ભય પાલિકાને સતાવી રહ્યો છે.
મુંબઈના રસ્તાના સમારકામ પાછળ આટલા કરોડ રૂપિયાનો ખર્ચો કરશે BMC; જાણો વિગત
