News Continuous Bureau | Mumbai
બોલિવૂડ(Bollywood) બાદશાહ શાહરૂખ ખાન(Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન(Aryan Khan)ને સંડોવતા ડ્રગ કેસ(drug case)ની તપાસ કરનારા બે અધિકારીઓને તેમની શંકાસ્પદ પ્રવૃત્તિઓને પગલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
વિશ્વ વિજય સિંહ અને આશિષ રંજન પ્રસાદ આ બંને અધિકારીઓની શંકાસ્પદ પ્રવૃત્તિઓની માહિતી વિજિલન્સ તપાસ બહાર આવી હતી. બહુચર્ચિત આર્યન કેસમાં ખંડણી માગવામા આવી હોવાના આરોપોને પગલે વિજિલન્સ તપાસ થઇ હતી .
ગયાં વર્ષે 3, ઓક્ટોબરના મુંબઇથી રવાના થયેલી ર્કોર્ડેલિયા ક્રૂઝ(cordelia cruise) પર ડ્રગ પાર્ટીનો પર્દાફાશ થયો હતો. તેમાં શાહરુખના પુત્ર આર્યન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં વિશ્વ વિજય સિંઘ તપાસ અધિકારી હતા અને આશિષ રંજન પ્રસાદ તેમના ડેપ્યુટી હતા.
આ સમાચાર પણ વાંચો : આર્યન ખાન સંબંધિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મુખ્ય સાક્ષી પ્રભાકર સેલના મોતની થશે તપાસ. ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે આ અધિકારીને આપ્યા આદેશ; જાણો વિગતે
આ બંને અધિકારીઓને ચોક્કસ આર્યન કેસમાં જ ગેરરીતીઓ માટે સસ્પેન્ડ કરાયા છે કે કેમ તે અંગે કશું સુનિશ્ચિત રીતે જાણવા મળ્યું નથી. NCB દ્વારા આર્યન સહિત અન્યો સામે થયેલા કેસ બાદ આ પ્રકરણમાં ખંડણી માગવાના આક્ષેપો થયા હતા. તેને પગલે આ કેસની તપાસ મુંબઇ ઝોનલ ઓફિસ પાસેથી આંચકી દિલ્હીના અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપી દેવામાં આવી હતી. ખંડણીના આરોપોની તપાસ માટે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ લેવલના અધિકારીના વડપણ હેઠળ વિજિલન્સ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.
NCBના તત્કાલીન ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે(Sameer Wankhede)ના વડપણ હેઠળ ડ્રગ કેસમાં થયેલી કાર્યવાહીમાં NCBએ દાવો કર્યો હતો કે આરોપીઓ પાસેથી ૧૩ ગ્રામ કોકેઇન, પાંચ ગ્રામ મેફેડ્રોન, ૨૧ ગ્રામ ચરસ તથા ૨૨ ગ્રામ એમએમડીએ મળ્યું હતું. આરોપીઓએ કાવતરું રચી ક્રૂઝ પર ડ્રગ પાર્ટી ગોઠવી હતી, તેવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.
આર્યન સહિત ૨૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાથી ૧૮ને જામીન મળી ચૂક્યા છે. બોમ્બે હાઇકોર્ટે(Bombay High Court) આર્યન ખાનને જામીન આપતી વખતે એવું નિરીક્ષણ કર્યું હતું કે આ કેસમાં આરોપીઓ દ્વારા ષડયંત્ર રચાયું હોવાનું પ્રાથમિક રીતે સ્પષ્ટ થતું નથી.
એનસીપી નેતા નવાબ મલિકે(NCP Leader Nawab Malik) આ કેસમાં સમીર વાનખેડે સામે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો.
એનસીબી(NCB)ના પંચ કિરણ ગોસાવીનો આર્યન ખાન સાથે NCB ઓફિસમાં સેલ્ફી લેતો ફોટો વાયરલ થયો હતો અને કિરણની તપાસને પગલે ખંડણીના આક્ષેપો શરૂ થયા હતા.