News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની(Maharashtra) સત્તા હાથમાંથી ગુમાવ્યા બાદ હવે NCPનું મિશન મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની આગામી ચૂંટણી(BMC Election) છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP)ના પ્રમુખ શરદ પવાર(Sharad Pawar) પોતે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી(Mumbai Municipal Corporation Election) માટે વ્યૂહરચના કરવા મેદાનમાં ઉતર્યા હોવાનું કહેવાય છે.
તાજેરમાં શરદ પવારે મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ(Yashwantrao Chavan) કેન્દ્ર ખાતે NCPના તમામ વોર્ડ પ્રમુખો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુંબઈના 236 વોર્ડની સમીક્ષા કરવાની સૂચના આપવામાં આવી છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શિવસેના(Shivsena) કે કોંગ્રેસ(Congress) સાથે ગઠબંધન થશે કે નહીં? એનસીપીના કાર્યકરોએ આ અંગે ચિંતા ન કરવી જોઈએ.દરમિયાન નગરપાલિકાની ચૂંટણી(Municipal elections) માટે કાર્યકરોએ કામ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. એવી શરદ પવારે બેઠકમાં ચોખ્ખા શબ્દોમાં સૂચના આપી હતી.
આ સમાચાર પણ વાંચો : વાહ-ઘરે બેઠા જાણો તમારી લોકલ ટ્રેન કયાં પહોંચી-ટ્રેનનુ લોકેશન જાણો પછી ઘરેથી નીકળો-સેન્ટ્રલના પ્રવાસીઓ માટે શરૂ કરાઈ આ સુવિધા
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની સમગ્ર તૈયારી એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિક(Nawab Malik) અને સાંસદ સુપ્રિયા સુલેને(Supriya Sule) સોંપવામાં આવી હતી. પરંતુ નવાબ મલિક જ્યારથી જેલમાં છે ત્યારથી એનસીપીની મુશ્કેલી વધી છે. તેથી હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવારે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની ફોર્મ્યુલા હાથમાં લીધી છે.