Site icon

કચ્છી સમાજનું ગૌરવ, માટુંગાના આ ચોકને મળશે ક્ચ્છી સમાજના અગ્રણી ‘હિરજી ભોજરાજ ગાલા’નું નામ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર.

મુંબઈમાં માટુંગાની સુપ્રસિધ્ધ હીરજી ભોજરાજ એન્ડ સન્સ ક.વી.ઓ. જૈન છાત્રાલય ઉર્ફે માટુંગા બોર્ડીંગ પાસેના ત્રિવેણી સંગમ પાસેના વિશાળ ચોક ને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા 'હિરજી ભોજરાજ ચોક' નામ આપવાની મંજૂરી મળી ગઈ છે. 26 જાન્યુઆરીના આ ચોકનું નામકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

શ્રદ્ધાનંદ માર્ગ, ડો.બાબાસાહેબ આંબેડકર માર્ગ તેમ જ રફી અહમદ કીડવાઈ માર્ગ આ ત્રણે રસ્તાના ત્રિવેણી સંગના ચોકને “હિરજી ભોજરાજ ગાલા” નું નામ આપવામાં આવવાનું છે. શ્રી હીરજી ભોજરાજ ગાલા(મેરાઉ) દ્વારા સ્થાપિત હીરજી ભોજરાજ સન્સ (ક.વિ.ઓ. જૈન છાત્રાલય) માટુંગાના 107 વર્ષના કાર્યકાળ પ્રસંગે આ ચોકને  કચ્છી સમાજના અગ્રણી અને શિક્ષણ ક્ષેત્ર મહત્વનો ફાળો આપનારા હિરજી ભોજરાજ ગાલાનું નામ આપવામાં આવવાના નિર્ણયથી સમગ્ર કચ્છી સમાજમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.  

હવે NCP સર્વેસર્વા પ્રમુખ શરદ પવારનો કોવિડનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ; જાણો વિગત

ચોકના નામકરણ નો કાર્યક્રમ તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ બપોરે ૪.૩૦ વાગે સંપન્ન થશે. હિરજી ભોજરાજ ચોકનું ઉદ્ઘાટન ભાજપના મુંબઈ અધ્યક્ષ અને વિધાનસભ્ય મંગલ પ્રભાત લૉઢા દ્વારા થશે. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ભાજપના ઉપાધ્યક્ષ અને વિધાનપરિષદના સભ્ય પ્રસાદ લાડ, વડાલાના વિધાનસભ્ય કાલિદાસ કોળબંકર, ભાજપના દક્ષિણ મધ્ય મુંબઈ જિલ્લા અધ્યક્ષ રાજેશ સિરવડકર સહિત પરિવાર ના સભ્યો શ્રી રમેશભાઈ ગાલા, ભાર્ગવભાઈ ગાલા તથા સમાજ ના અન્ય અગ્રણીઓ અને આ છાત્રાલય ના ટ્રસ્ટી અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

કચ્છ જન જાગૃતિ અભિયાનના પદાધિકારીના કહેવા મુજબ આ ચોકના નામકરણ માટે સંસ્થા ના પદાધિકારી શ્રી કિશોરભાઈ ગાલા છેલ્લા ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યા હતા અને આજે આ મહેનત ના ફળ રૂપે ચોકને હિરજી ભોજરાજ નામ મળ્યું છે.

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version