રેલ યાત્રીઓ માટે કામના સમાચાર- આ રેલવે સ્ટેશન પર લીફ્ટ એસ્કેલેટર શરૂ થયા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વસઈ રોડ(Vasai Road) અને દહાણુ રોડ સ્ટેશનો(Dahanu Road Stations) પર નવી લિફ્ટ આપવામાં આવી છે. અંધેરી(Andheri) અને વસઈ રોડ સ્ટેશનો પર નવા એસ્કેલેટર(New escalators) આપવામાં આવ્યા છે.

સિનિયર સિટીઝન(Senior Citizen), દિવ્યાંગ(handicap), ગર્ભવતી મહિલા(pregnant woman) સહિતના પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેના(Western Railway) મુંબઈ ડિવિઝન દ્રા જુદા જુદા સ્ટેશનો પર લિફ્ટ અને એસ્કેલેટર બેસાડવાના કામ હાથમાં લેવામાં આવ્યા છે.  જુલાઈ 2022 મહિનામાં વેસ્ટર્ન રેલવેએ પોતાની હદમાં આવતા સ્ટેશનો પર 3 લિફ્ટ અને 2 એસ્કેલેટર શરૂ કર્યા છે. એ સાથે વેસ્ટર્ન રેલવેમાં અત્યાર સુધીમાં 98 એસ્કેલેટર અને 47 લિફ્ટ સફળતાપૂર્વક ચાલુ કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી  સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, ત્રણ નવી લિફ્ટમાંથી બે વસઈ રોડ સ્ટેશન પર અને એક દહાણુ રોડ સ્ટેશન પર આપવામાં આવી છે. વસઈ રોડ સ્ટેશન પરની લીફ્ટ પ્લેટફોર્મ નંબર 2A પર પૂરી પાડવામાં આવી છે અને દહાણુ રોડ સ્ટેશન પરની લિફ્ટ પ્લેટફોર્મ(Railway platform) નંબર 1 પર પૂરી પાડવામાં આવી છે.

 બે નવા એસ્કેલેટર જે જુલાઈ 2022 મહિનામાં કાર્યરત કરવામાં આવ્યા છે, તે અંધેરી અને વસઈ સ્ટેશનો પર છે. અંધેરી સ્ટેશન પર એસ્કેલેટર પ્લેટફોર્મ નંબર 6/7 પર બેસાડવામાં આવી છે, જ્યારે વસઈ રોડ સ્ટેશન પર એસ્કેલેટર પ્લેટફોર્મ નંબર 4/5 પર બેસાડવામાં આવી  છે.

આ સમાચાર પણ વાંચો :  ભલે બહાર વરસાદ ચાલુ હોય પણ મુંબઈમાં આ દિવસે હશે પાણી કપાત- સાચવીને પાણી વાપરજો

વેસ્ટર્ન રેલવેના દાવા મુજબ આ એસ્કેલેટર મુસાફરો માટે ફાયદાકારક સાબિત થશે અને મુસાફરી કરવા માટે વધુ સલામત, વધુ અનુકૂળ માર્ગ પ્રદાન કરશે.

સુમિત ઠાકુરે વધુમાં માહિતી આપી હતી કે વેસ્ટર્ન રેલવે દ્વારા આ નાણાકીય વર્ષમાં 18 એસ્કેલેટર અને 12 લિફ્ટ્સ બેસાડવાનો લક્ષ્યાંક છે, જે માર્ચ 2023 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. 
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment