News Continuous Bureau | Mumbai
મુસાફરો(Local Train commuters)ની સુવિધા માટે બાંદ્રા(પૂર્વ) ખાતે દક્ષિણ તરફ આવેલા ફૂટ ઓવરબ્રિજ(foot overbridge) ઉપર વેસ્ટર્ન રેલવે(Western railway) દ્વારા નવી ટિકિટ બુકિંગ ઓફિસ(Ticket Booking office)ખોલવામાં આવી છે.
વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી અનુસાર, 14મી જૂન, 2022ના રોજ બાંદ્રા (પૂર્વ) ખાતે નવી બુકિંગ ઓફિસ ખોલવામાં આવી છે. તે દક્ષિણ તરફ આવેલા ફૂટઓવર બ્રિજ પુલ પર સ્થિત છે. આ બુકિંગ ઓફિસમાં 4 કાઉન્ટર છે જેમાં દિવ્યાંગો(senior citizen)ને અડચણ ન થાય તે મુજબની બનાવેલ છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના જુહુ બીચમાં ન્હાવા ઉતરેલા 4 યુવકો તણાયા- આટલાના ડૂબી જવાથી મોત-સર્ચ ઓપરેશન ચાલુ
આ બુકિંગ ઓફિસ કુલ 195 ચો.મી.ના ક્ષેત્રફળમાં બનેલી છે. તેમાં 120 ચો.મી.નો વિસ્તાર લાઈનમાં ઊભા રહેવા માટેનો છે. તો 75 ચો.મી.નો ચાલવા માટે છે. તે લગભગ એક કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ બુકિંગ ઓફિસ ખાસ કરીને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અને કલાનગર(Kalanagar) વિસ્તારમાંથી આવતા ઘણા મુસાફરો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે.
આ નવી બુકિંગ ઓફિસ સાથે હવે બાંદ્રામાં ત્રણ બુકિંગ ઓફિસ છે. આમાંથી, મુખ્ય બુકિંગ ઓફિસ પશ્ચિમ બાજુએ આવેલી છે, જ્યારે અન્ય બે પૂર્વ બાજુએ છે, એક ઉત્તર પૂર્વ FOB ડેક પર અને નવી બુકિંગ ઓફિસ દક્ષિણ FOB પર છે.