News Continuous Bureau | Mumbai
મુંબઈમાં(Mumbai) દુકાનો(Shops) તથા એસ્ટાબ્લિશમેન્ટના(Establishment) નામના પાટિયા મરાઠીમાં(Marathi) કરવાને માટે છ મહિનાની મુદત વધારી આપવાનો મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) સ્પષ્ટ રીતે ઈનકાર કર્યો છે. તેથી પહેલી જુલાઈ બાદ મુંબઈના વેપારીઓને(Merchants of Mumbai) પાલિકાની કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.
પાલિકાએ સતત બે વખત મરાઠીમાં દુકાનો અને ઍસ્ટાબ્લિશમેન્ટના નામનાં પાટિયાં(Nameplates) મરાઠીમાં લગાડવાની મુદત વધારી આપી હતી. જોકે વેપારી સંઘટનોએ(Trade unions) ૩૦ જૂનની પાલિકાએ આપેલી મુદતને વધારી આપવાની માગણી કરી હતી. પરંતુ આ મુદત વધારી આપવાનું શક્ય ન હોવાનું પાલિકાએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે. તેથી પહેલી જુલાઈ બાદ જે દુકાનોના નામ મરાઠીમાં નહીં હોય તેમને કાર્યવાહીનો સામનો કરવો પડશે એવું એડિશનલ કમિશનર આશિષ શર્માએ(Additional Commissioner Ashish Sharma) જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : યાત્રી કૃપયા ધ્યાન દે-વેસ્ટર્ન રેલવેમાં આ કારણથી પાંચ દિવસનો નાઈટ પાવર અને ટ્રાફિક બ્લોક- અમુક લોકલ ટ્રેન સેવા થશે રદ
મહારાષ્ટ્ર સરકારે(Government of Maharashtra) દુકાન પર લાગેલાં નામનાં પાટિયાં પર બીજી ભાષા કરતા મોટા અને પહેલા લખવાનું ફરજિયાત કર્યું છે. તે માટે અગાઉ ૩૧ મેની ડેડલાઈન(Deadline) આપવામાં આવી હતી, ત્યારબાદ તેને 30 જૂન સુધી વધારી આપવામાં આવી હતી. જોકે વેપારી સંગઠનો અને હોટલ અને રેસ્ટોરાના એસોસિયેશન(Restaurant Association) સહિત અન્ય સંસ્થાઓએ મરાઠીમાં દેવનાગરી લિપીમાં(Devanagari script) પાટિયાં બનાવવા માટે પૂરતા કારીગર ઉપલબ્ધ નથી. તેમજ કારીગરો વધુ પૈસા વસૂલી રહ્યા છે. તો અમુક જગ્યાએ પૈસા આપીને પણ કારીગર મળતા નથી. તેથી છ મહિનાની મુદત વધારી આપવાની માગણી કરી હતી.
જોકે છ મહિનાની મુદત વધારી આપવું શક્ય ન હોવાનું સ્પષ્ટ કરીને ૩૦ જૂન સુધી મરાઠીમાં પાટિયાં કરવાના આદેશને અમલ કરવાની સૂચના આપવામાં આવી છે. તેથી મુદત બાદ પણ નિયમને અમલમાં નહીં મૂકનારા દુકાનદારો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવવાની છે.
એડિશનલ કમિશનર આશિષ શર્માના જણાવ્યા મુજબ દુકાન-એસ્ટાબ્લિશમેન્ટ પર મરાઠીમાં દેવનાગરી લિપીમાં પાટિયાં લગાડવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ પાલિકાના દુકાન અને એસ્ટાબ્લિશમેન્ટ ખાતા તરફથી દરેક વોર્ડમાં કરવામાં આવશે. તે માટે ૭૫ ઈન્સ્પેક્ટર છે. મરાઠીમાં પાટિયા(Marathi boards) નહીં લખનારા સામે કોર્ટમાં કેસ દાખલ થશે. કોર્ટની કાર્યવાહીનો સામનો ના કરવો હોય તો દંડ ભરવો પડશે, જેમાં એક કામગાર પાછળ બે હજાર રૂપિયાનો દંડ કોર્ટની કાર્યવાહી બાદ વસૂલ કરવામાં આવશે.