News Continuous Bureau | Mumbai
મુંબઈગરાને હવે પાસપોર્ટ બનાવવા માટે વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનના ચક્કર કાપવાથી છૂટકારો મળવાનો છે. મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ પાસપોર્ટ માટે હવે પોલીસ અધિકારી ઘરે આવશે એવી જાહેરાત કરી છે.
પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન મહત્વનું છે, તેના વગર પાસપોર્ટ બનાવવો શક્ય નથી. પોલીસ તરફથી વેરિફિકેશન થયા બાદ જ આગળની પ્રોસીજર થતી હોય છે. સંજય પાંડેએ ટ્વીટ કરીને એવી જાહેરાત કરી હતી કે વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે નહીં, પરંતુ શરત માત્ર એટલી રહેશે કે કોઈ પણ દસ્તાવેજો અપૂર્ણ ન હોવા જોઈએ. અથવા ફોર્મમાં કોઈ વિસંગતતા ન હોવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો :વાહ!! ગોરેગામથી-મુલુંડ ફક્ત માત્ર 20 મિનિટમાં પહોંચાશે, પૂર્વ અને પશ્ચિમ ઉપનગરનું અંતર ઘટશે BMCની આ યોજનાથી, ખર્ચશે આટલા કરોડ રૂપિયા.
