ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 જાન્યુઆરી 2022
શુક્રવાર.
કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે હવે યુનિવર્સલ પાસ ધારકોને જ બેસ્ટની બસમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય બેસ્ટ ઉપક્રમે લીધો છે.
બેસ્ટની બસ મુંબઈગરાની બીજી લાઈફલાઈન ગણાય છે. તેમાં હવે મુંબઈમાં કોરોનાને ફરી માથું ઊંચક્યું છે, જેને કારણે બેસ્ટના ડ્રાઈવર અને કંડકટરને મોટા પ્રમાણમાં ચેપ લાગી રહ્યો છે. હાલ બેસ્ટના 66 કંડકટર, ડ્રાઈવર વગેરેને કોરોનાનો ચેપ લાગ્યો છે.
તેથી બેસ્ટ પ્રશાસને ફક્ત કોવિડ-19ની વેક્સિનના બંને ડોઝ લીધેલા લોકોને જ બસમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. તે મુજબ હવે બેસ્ટના કંડકટર યુનિવર્સલ પાસ જોઈને જ પ્રવાસીઓને બેસ્ટની ટિકિટ આપવાના છે.
અહીં ઉલ્લેખનીય છે કે વેક્સિનેટેડ લોકોને જ સાર્વજનિક ટ્રાન્સપોર્ટેશનમાં પ્રવાસની છૂટ રાજ્ય સરકારે આપી છે. હજી સુધી બેસ્ટની બસમાં વેક્સિનના સર્ટિફિકેટ જોવામાં આવતા નહોતા. પરંતુ હવે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેથી બેસ્ટ ઉપક્રમે પોતાના ડેપો પર અને બસ સ્ટોપ વેક્સિનેટેડ લોકોને જ ટિકિટ આપવાનો નિર્ણય લીધો છે. તે મુજબ તેમના યુનિવર્સલ પાસ અને વેક્સિનના બંને ડોઝ લીધેલા સર્ટિફિકેટ જોઈને જ ટિકિટ આપી રહી છે.