Site icon

હાશ… છુટકારો થયો. મુંબઈમાં ` ઓલ ઈઝ વેલ`. ઓમીક્રોનના 14માંથી 13 દરદીઓ ડીસ્ચાર્જ થયા. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 17 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

શુક્રવાર. 

કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનના મુંબઈમાં એક તરફ કેસ વધી રહ્યા છે, ત્યારે ગુરુવારે રાહતભર્યો દિવસ રહ્યો હતો. મુંબઈમાં ઓમીક્રોનના 14 દર્દીમાંથી 13 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હવે ફક્ત એક દર્દીની મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણો નથી.

હોસ્પિટલમાંથી 14 દર્દીઓને રજા મળી ગઈ છે. તો ઓમીક્રોનના 15 શંકાસ્પદ દર્દીની તબિયત પણ સારી છે. તેમના જીનોમ સિક્વેન્સિંગના રિપોર્ટની રાહ જોવાઈ રહી હોવાનું પાલિકાએ જણાવ્યું હતું. દક્ષિણ આફ્રિકા સહિત  યુરોપીયન દેશમાં  ઓમાઈક્રોનનો કહેર વધી રહ્યો છે, ત્યારે મુંબઈમાં પણ ઓમીક્રોનના વધતા કેસના કારણે ચિંતા વધી ગઈ છે. 

મુંબઈમાં હવે દોડશે ઈ-રિક્ષા. થઈ ગઈ લોન્ચ. જુઓ ફોટાઓ..

ઓમીક્રોનનો સામનો કરવા માટે પાલિકાએ અંધેરીના મરોલમાં આવેલી સેવન હિલ્સ હોસ્પિટલમાં 100 બેડ તૈયાર રાખ્યા છે. તો બે ખાનગી હોસ્પિટલમાં પણ 10-10 બેડ તૈયાર રાખ્યા છે. કલ્યાણ-ડોંબિવલીના દર્દીને છોડીને ઓમીક્રોનના મુંબઈ, વસઈ, મીરા-ભાયંદરના તમામ દર્દીઓને  સેવન હિલ્સ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા.

Ramdas Athawale to miss Rajya Sabha Ticket?: રામદાસ આઠવલેને રાજ્યસભામાંથી આઉટ કરશે ભાજપ? સાતમી બેઠક મેળવવા ભાજપની નવી રણનીતિ; જાણો આઠવલેને ક્યાં મળી શકે છે સ્થાન..
Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
Exit mobile version