ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ 2021
સોમવાર
મુંબઈ મહાનગરપાલિકા નો પ્રોટોકોલ એટલે કે ગાઇડલાઇન ન પાડવા થી કેટલી મોટી તકલીફ થઈ શકે છે તેનું ઉદાહરણ સોમવારે જોવા મળ્યું.
એક ફરાહ નામની છોકરી ૭૫ વર્ષીય વૃદ્ધાને લઈને પાંચ કલાક સુધી અલગ અલગ હોસ્પિટલમાં ગઈ પરંતુ કોઈપણ હોસ્પિટલમાં તેને એડમિશન મળ્યું નહીં. આખરે તેણે આખી ઘટના ટ્વિટર પર શેર કરી અને મુખ્યમંત્રી તેમજ મહાનગર પાલિકા પાસે મદદ માંગી.
અમુક સમયની અંદર તે વૃદ્ધાને અંધેરીના સેવન હિલ્સ હોસ્પિટલમાં એડમીશન મળી ગયું. ત્યારબાદ મુંબઈ મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી કે મુંબઈ મહાનગરપાલિકાએ હવે હોસ્પિટલમાં દર્દીઓ ના એડમિશન માટે એક પ્રોટોકોલ રાખ્યો છે. તે પ્રોટોકોલ ન પાડવાને કારણે હોસ્પિટલમાં એડમિશન મળતું નથી. આ છોકરી સાથે પણ આવું જ થયું હતું. તે છોકરીને સલાહ આપવામાં આવી હતી કે કોઈપણ કોવિડ પેશન્ટે મહાનગરપાલિકાના હેલ્પલાઇન નંબર પર ફોન કરવાનો રહે છે અને ત્યારબાદ તેમને આસાનીથી બેડ મળી જાય છે.
ટ્વીટ કરવા ને કારણે સોશિયલ મીડિયા ઉપર મોટો વિવાદ ઊભો થયો હતો.
આખરે હોસ્પિટલના એડમિશન મળતા જ ફરાહ નામની છોકરીએ મુંબઈ મહાનગરપાલિકા નો આભાર માન્યો હતો.
Been 5 hours im roaming with a patient in the car (75 yrs) and can't find a hospital. Can someone help?? Tried all BMC numbers @mybmc @AUThackeray @mybmcwardKW #covid #Mumbai pic.twitter.com/heLvD6jeT5
— FARAH