Site icon

મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપનારા યુવકને પોલીસે આ શહેરમાંથી ઝડપ્યો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 23 ડિસેમ્બર 2021 

Join Our WhatsApp Community

 ગુરુવાર.

રાજયના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ધમકી આપનારા યુવકની બેંગ્લોરથી ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.

મુંબઈ પોલીસની સાયબર સેલે 34 વર્ષના જયસિંહ રાજપૂત નામના આ યુવકની ધરપકડ કરી છે. આદિત્ય ઠાકરેને 8 ડિસેમ્બરના રાતના 12 વાગે તેમના વોટ્સએપ નંબર પર ધમકી આપતો મેસેજ આ યુવકે મોકલ્યો હતો. આરોપીએ  ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ સંદર્ભમાં આદિત્ય ઠાકરે પર આરોપ કર્યા હતા. 

આરોપી યુવકે ધમકીભર્યા મેસેજ મોકલતા પહેલા ત્રણ વખત ફોન પણ કર્યા હતા. આદિત્યએ ફોન નહીં ઉંચકતા તેણે મેસેજ કરીને જાનથી મારવાની ધમકી આપી હતી. પોલીસમાં ફરિયાદ બાદ સાયબર સેલે તપાસ કરીને આરોપી યુવકને બેંગ્લોરથી શોધી કાઢ્યો હતો.

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન હવે આ સ્ટેશન સુધી દોડશે. જાણો વિગત

Mumbai Cyber Fraud: મુંબઈમાં ગેસ બિલના નામે ₹40 લાખની છેતરપિંડી: ઘાટકોપરના શખ્સ સાથે મોટું સાયબર ફ્રોડ, એક લિંક ક્લિક કરવી પડી મોંઘી
Mira Bhayandar Bar Raid:મીરા-ભાઈંદરમાં બાર પર પોલીસનો દરોડો: ગુપ્ત ભોંયરા જેવી કેવિટીમાંથી 9 યુવતીઓ મળી આવી, માલિક સહિત 13 જેલભેગા
Kurar Fake Passport Racket: કુરારમાં નકલી પાસપોર્ટ રેકેટનો પર્દાફાશ: ટેરર ફંડિંગની આશંકાએ પોલીસ તપાસ તેજ, 22 વર્ષમાં 50 વખત કુવૈતની મુસાફરી
Honeytrap in Mumbai: મુંબઈમાં હનીટ્રેપનો શિકાર બન્યા બેંક મેનેજર: ગોરાઈની હોટલમાં ₹4.25 લાખની લૂંટ, બે મહિલાઓની અટકાયત
Exit mobile version