Site icon

MNSના આંદોલનની અવળી અસર, દક્ષિણ મુંબઈના સદી જૂના મંદિરમાં ઘંટો વગાડવા પર પોલીસનો પ્રતિબંધ? જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

દક્ષિણ મુંબઈના(South bombay) મુસ્લિમ બહુમતી(Muslim majority) ધરાવતા ભીંડી બજારમાં આવેલા એક સદી જૂના હેરિટેજ શ્રેણીમાં આવતા હિંદુ મંદિરમાં ઘંટ વગાડવા પર પોલીસે પ્રતિબંધ મૂકી દીધો હોવાના અહેવાલ મીડિયા હાઉસમાં આવ્યા છે.

Join Our WhatsApp Community

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં(Maharashtra) મસ્જિદ પરથી લાઉડ સ્પીકર(Loudspeaker) ઉતારવાના મુદ્દે MNSના ચાલી રહેલા આંદોલનની અવળી અસર પડી રહી હોવાનું જણાઈ રહ્યું છે. મુંબઈ સહિત રાજ્યમાંથી આવેલી મસ્જિદો(Mosques) પરથી હજી સુધી લાઉડ સ્પીકર હટ્યા નથી. પરંતુ MNSના આંદોલનને(Protest) કારણે અનેક રાજ્યના અનેક મોટા મંદિરોના લાઉડ સ્પીકર બંધ થઈ ગયા છે, તેમાં હવે પ્રખ્યાત ગોળ મંદિરનો પણ સમાવેશ થઈ ગયો છે.

મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તાર ભીંડી બજારમાં(bhindi bazar)  હેરિટેજ(heritage) શ્રેણીમાં આવતું અને લગભગ 100 વર્ષથી પણ જૂનું ગોળ મંદિર આવેલું છે. આ પરિસરમાં અનેક ઓફિસો પણ આવેલી છે. આવતા જતા લોકોની સાથે જ સ્થાનિક રહેવાસીઓમાં આ મંદિર બહુ જાણીતું છે. આ મંદિરમાં દરરોજ વહેલી સવારના આરતી થતી હોય છે, ત્યારે ઘંટનાદ પણ થતો હતો. સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ મુજબ સ્થાનિક પોલીસે આવીને મંદિર પ્રશાસનને સવારના કરવામાં આવતા ઘંટનાદને બંધ કરવાનો નિર્દેશ આપ્યો હોવાનો અહેવાલ એક મિડિયા ચેનલમાં આવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: BMCને હાઈકોર્ટની ફટકાર, દુકાનદારોને મળ્યો ન્યાય. મુંબઈના આ વિસ્તારમાં તોડી પડાયેલી દુકાનોને આપવું પડશે 100 ટકા વળતર..  

સ્થાનિક નાગરિકના કહેવા મુજબ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં આવેલા ગોળ મંદિરમાં રોજ સવાર ઘંટ વગાડવામાં આવે છે. સવારના લાઉડ સ્પીકર પર અઝાન વગાડવા સામે ચાલી રહેલા વિરોધને પગલે આ વિસ્તાર મુસ્લિમ બહુમતીવાળો હોવાથી પોલીસે અહીં મંદિરમાં સવારના ઘંટો નહીં વગાડવાનું કહ્યું છે. મસ્જિદ પરના લાઉડ સ્પીકર હટાવવાને બદલે પોલીસે આવીને મંદિરમાં ઘંટા વગાડવા નહીં એવું આવીને કહી ગઈ છે. તેથી મંદિર પ્રશાસન(Temple administration) કોઈ ટેન્શન લેવા માંગતી નથી. તેથી તેણે સવારના આરતીના સમયે ધંટા વગાડવાનું બંધ કરી દીધું છે. 

ભાજપના(BJP) સ્થાનિક ભૂતપૂર્વ નગરસેવક અને ભાજપના નેતાએ એક મીડિયા હાઉસને જણાવ્યા મુજબ મસ્જિદો પરના ભૂંગળા સરકાર ઉતારી શકી  નથી અને હવે મંદિરો પરના લાઉડ સ્પીકર ઉતારવામાં આવ્યા છે. એટલે સુધી કે મંદિરમાં ઘંટ વગાડવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 

આ બાબતે મંદિર પ્રશાસન સાથે સંપર્ક થઈ શક્યો નહોતો. તો સ્થાનિક પોલીસે પણ બાબતે કંઈ કહેવા તૈયાર નહોતી.
 

Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version