Site icon

ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીને નરીમન પોઈન્ટમાં પોલીસે લીધા અટકાયતમાં. આ છે કારણ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ડિસેમ્બર 2021 

Join Our WhatsApp Community

મંગળવાર. 

દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 25 ફૂટ ઊંચી પ્રતિમાના અનારવણની મંજૂરી નહીં આપવાના વિરોધમાં આજે બપોરના મહારાષ્ટ્રના સ્પોર્ટસ મિનિસ્ટરના બંગલા બહાર ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટી ધરણા કરવાના હતા. જોકે તે પહેલા જ મુંબઈ પોલીસે અધવચ્ચે જ નરીમન પોઈન્ટ પર રોકી દીધા હતા અને તેમને અટકાયતમાં લીધા હતા.

સાંસદ ગોપાલ શેટ્ટી મંગળવારે બપોરના 12 વાગે સ્પોર્ટસ મિનિસ્ટર સુનીલ કેદારના નરિમન પોઈન્ટમાં સત્તાવાર નિવાસસ્થાની બહાર ધરણા કરવાના હતા. મોટી સંખ્યામાં સમર્થકો પણ હાજર રહ્યા હતા. પોલીસે અહી મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરી દીધી હતી. તેઓ બંગલા સુધી પહોંચે તે પહેલા જ પોલીસે  તેમને  એર ઈન્ડિયા બિલ્ડિગની સામે રોકી દીધા હતા, તેથી સમર્થકો અને પોલીસ સામ-સામે થઈ ગયા હતા.
  અટલ બિહાર વાજપેઈના 25 ડિસેમ્બરના  જન્મદિવસ દિવસ નિમિત્તે કાંદિવલી સ્પોર્ટસ કોમ્પલેક્સમાં તેમની 25 ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ કરવામાં આવવાનું છે. ભાજપ તે માટે તમામ તૈયારીઓ કરી લીધી હતી. તે માટે ખાસ  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ  મુંબઈમાં આવવાના હતા. જોકે છેલ્લી ઘડીએ મહારાષ્ટ્ર સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી નહોતી.

મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક્સિડન્ટ વિક્ટિમને મળી રહેશે તરત સારવાર, ઠાકરે સરકારે લીધું આ પગલું; જાણો વિગત

કાંદિવલી સ્પોર્ટસ કોમ્પકલેક્સની જમીન સરકારની માલિકીની છે અને લીઝ પર સ્પોર્ટસ કોમ્લેક્સ માટે આપવામાં આવી છે. એવું કહીને જમીનની માલિકીનો વિવાદ આગળ કરીને રાજ્ય સ્પોર્ટસ ખાતાએ અટલજીની પ્રતિમાના અનાવરણની મંજૂરી આપી નહોતી. તેથી નારાજ ગયેલા ભાજપના નેતાઓ અને સાંસદ ગોપાલ શેટ્ટીએ  પ્રતિમાના અનાવરણમાં  શિવસેના, કોંગ્રેસની સરકાર રાજકારણ કરી રહી હોવાનો આરોપ પણ કર્યો હતો. તેના વિરોધમાં જ આજે સ્પોર્ટસ મિનિસ્ટર સુનીલ કેદારનના સત્તાવાર બંગલાની બહાર ધરણા કરવાના હતા.

Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
Exit mobile version