દિલ્હીની જેમ મુંબઈમાં પણ પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે, આ વિસ્તારોમાં સ્થિતિ થઇ રહી છે ભયાનક; આ છે કારણો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 11 ડિસેમ્બર 2021

શનિવાર.

મુંબઈ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ દિલ્હીની જેમ ઝડપથી વધી રહ્યું છે.  

પ્રાપ્ત જાણકારી મુજબ 11 ડિસેમ્બરના રોજ મુંબઈના કોલાબા, મઝાગાવ, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને મલાડમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી નોંધવામાં આવી છે.

અહીં પ્રદૂષણનું કારણ અલગ-અલગ સ્થળોએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના નિર્માણથી ઉદભવતી ધૂળ અને ચોવીસ કલાક અનલોક કર્યા પછી રસ્તાઓ પર દોડતા વાહનો છે. 

આ તમામ કારણોને લીધે મુંબઈમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ટૂંક સમયમાં એવો સમય આવી શકે છે જ્યારે મુંબઈ પ્રદૂષણના મામલે દિલ્હી સાથે સ્પર્ધા કરવાનું શરૂ કરશે.

આ તે કેવી દાદાગીરી? મંજૂરી નહીં છતાં આ સમુદાયના હજારો લોકોની AIMIMના મોર્ચા માટે મુંબઈ તરફ કૂચ; જાણો વિગત
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment