News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં શિવસેના(Shiv sena) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(Maharashtra Navnirman Sena) (એમએનએસ) વચ્ચેનું હોર્ડિંગ્સ યુદ્ધ દિવસેને દિવસે વધુ આકરું બની રહ્યું છે. મહારાષ્ટ્ર(Maharashtra)ના ઓવૈસી તરીકે રાજ ઠાકરેની ટીકા કરવા બદલ એમએનએસ(MNS)ના કાર્યકરોએ શિવસેનાના નેતા સંજય રાઉત(Sanjay Raut) પર આકરા પ્રહારો કર્યા છે. એટલું જ નહીં પણ એમએનએસ(MNS)ના કાર્યકર્તાઓએ શનિવારે શિવસેના(Shiv Sena)ના મુખપત્ર કહેવાતા દૈનિક 'સામના'(Saamna)ના કાર્યાલયની બહાર સંજય રાઉતની ટીકા કરતા બેનરો સુદ્ધા લગાવી દીધા હતા.
આ બેનર પર થોડા વર્ષો પહેલા એમએનએસ(MNS)ના કાર્યકર્તાઓ સંજય રાઉતના વાહનને પલટી નાખ્યું હતું, તેનો ફોટો લગાવવામાં આવ્યો છે. સાથે જ એવું લખવામાં આવ્યું છે કે “તમે ઓવૈસી કોને બોલો છો? સંજય રાઉત તમારું કર્કશ હોર્ન બંધ કરો. તેનો ત્રાસ આખા મહારાષ્ટ્રને થાય છે, નહીં તો એમએનએસ સ્ટાઈલમાં અમે તમારું હોર્ન બંધ કરી દઈશું” એમએનએસના આ બેનર બાદ હવે શિવસૈનિકો આ ટીકાનો કેવો જવાબ આપે છે તે જોવાનું રહેશે.
શિવસેના અને મનસે(Shiv Sena and MNS) છેલ્લા કેટલાક દિવસોથી પોસ્ટર વોર(Poster war) ચલાવી રહ્યા છે. એમએનએસના કાર્યકર્તાઓએ શિવસેના ભવન(Shiv sena Bhavan)ની સામે હનુમાન ચાલીસા(Hanuman Chalisa)ના પાઠ કર્યા બાદ વિવાદ શરૂ થયો હતો. આ પછી શિવસૈનિકોએ શિવસેના ભવન બહાર રાજ ઠાકરે(Raj Thackeray)ને ટાર્ગેટ કરતા હોર્ડિંગ લગાવ્યા હતા, જેમાં કાલે, આજે અને આવતીકાલે એમ લખીને રાજ ઠાકરેને મુસ્લિમ પોશાકમાં દર્શાવતો ફોટો હતો. તો આજે હનુમાન ચાલીસા અને આવતી કાલે રાજ ઠાકરે શું ભૂમિકા લેશે એવો કટાક્ષ આ હોર્ડિંગ્સમાં કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : લાઉડ સ્પીકર વિવાદ : NCPના વડા શરદ પવારે મનસે પ્રમુખ રાજ ઠાકરેને માર્યો ટોણો, કહી આ વાત..
તેની સામે એમએનએસે(MNS)ના કાર્યકર્તાઓ શુક્રવારે શિવસેના ભવનની સામે નવું હોર્ડિંગ્સ લગાવીને કાલે, આજે અને આવતી કાલે કહીને હોર્ડિંગ્સ લગાવ્યું હતું, જેમાં કાલમાં ઉદ્ધવ ઠાકરેનો બાળ ઠાકરે સાથેનો ફોટો તો આજમાં સોનિયા ગાંધી અને શરદ પવાર સાથે ફોટો હતો. તો આવતી કાલે શું કરશે એવો સવાલ પૂછવામાં આવ્યો હતો. ભવિષ્યમાં શિવસેના અને મનસે વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.