Site icon

ગુડ ન્યુઝ- મુશળધાર વરસાદમાં મુંબઈનું આ તળાવ છલકાયું- હવે બીજા જળાશયોનો વારો-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

મુંબઈનું(Mumbai) એક માત્ર તળાવ પવઈ(Powai) મુશળધાર વરસાદને(Heavy rainfall) કારણે મંગળવારે સાંજે ૬.૧૫ વાગે છલકાઈને વહેવા માંડ્યું હતું. તેથી બહુ જલદી અન્ય તળાવો પણ છલકાઈ જશે એવો વિશ્ર્વાસ પાલિકાના(BMC) પાણીપુરવઠા ખાતાએ(Water Supply Department) વ્યક્ત કર્યો હતો.

Join Our WhatsApp Community

 

છેલ્લા બે દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે પવઈ છલકાઈ ગયું હતું. પવઈ તળાવનું પાણી જોકે પીવા માટે વાપરવામાં આવતું નથી. પરંતુ તેનો ઉપયોગ ઔદ્યોગિક વપરાશ(Industrial consumption) માટે કરવામાં આવે છે. છતાં પવઈનું છલકાઈ જવું પાલિકાની સાથે જ મુંબઈગરા માટે આનંદના સમાચાર છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો-મુંબઈમાં માત્ર પાંચ દિવસમાં આખા જુલાઈનો 64 ટકા વરસાદ પડી ગયો-જાણો તાજા આંકડા

પવઈ મુંબઈનું એકમાત્ર તળાવ ગયા છે. પવઈમાં ૧૮૯૦ની સાલમાં આ કૃત્રિમ તળાવ બાંધવામાં આવ્યું હતું. તે સમયમાં તળાવના બાંધકામ(lake construction) માટે ૪૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 

આ તળાવની પાણી સમાવવાની ક્ષમતા ૫૪૫ કરોડ લિટરની છે. તળાવનો પરિસર ૬.૬૧ કિલોમીટરનો છે.  તળાવ પૂરું ભરાયું હોય તો પાણીનું ક્ષેત્રફળ લગભગ ૨.૨૩ ચોરસ કિલોમીટર જેટલો  છે. તળાવ પૂર્ણ ભરાયા બાદ તેનું પાણી મીઠી નદીમાં જાય છે.
 

Matrimonial Fraud in Mumbai: લગ્નની લાલચ આપી મંગેતરે ખેલ પાડ્યો: ‘વેડિંગ શોપિંગ’ ના બહાને મહિલાના 11 તોલા સોનાના દાગીના લઈ રફુચક્કર.
Mahim Suicide Case: માહિમમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ: પતિના ત્રાસ અને લગ્નેતર સંબંધોથી કંટાળી પત્નીની આત્મહત્યા, આરોપી પતિ જેલભેગો.
Mumbai SRA Fraud: મુંબઈ SRA ફ્રોડ: મલાડમાં પ્રોજેક્ટના નામે ડેવલપર સાથે ₹5 કરોડની છેતરપિંડી; પિતા-પુત્રની જોડીએ આચર્યું કૌભાંડ.
Borivali ATM Fraud: બોરીવલીમાં એટીએમ કાર્ડ બદલી નાખતી ટોળકીનો પર્દાફાશ: આરોપી પાસેથી 71 ડેબિટ કાર્ડ જપ્ત.
Exit mobile version