News Continuous Bureau | Mumbai
સવાર-સાંજના પીક અવર્સમાં(Peak hours) લોકલ ટ્રેનમાં રહેલી ભીડને કારણે અનેક વખત મુસાફરો ચઢતા ઉતરતા સમયે ટ્રેનમાંથી(local train) પડી જાય છે અને જખમી થઈ જતા હોય છે ત્યારે આવી દુર્ઘટનામાં જખમી થનારાને નુકસાની ભરપાઈ કરવાની જવાબદારી રેલવેની(railway) રહેશે એવો હાઈ કોર્ટે(High court) મહત્વનો નિર્દેશ આપ્યો છે.
મુંબઈ હાઈકોર્ટે(Bombay high court) લોકલ ટ્રેન માંથી પડી જવાથી થતા આવા અકસ્માતો(Accidents) પર મહત્વપૂર્ણ નિરીક્ષણ નોંધ્યું છે. તે મુજબ જો કોઈ વ્યક્તિ ભીડભાડવાળી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે પડીને ઘાયલ થાય છે, તો તે ઘટના 'અયોગ્ય ઘટના'ની શ્રેણીમાં આવશે અને રેલવેએ તેના માટે વળતર ચૂકવવું પડશે. જસ્ટિસ ભારતી ડાંગરેની ખંડપીઠે પશ્ચિમ રેલવેને એક 75 વર્ષીય વ્યક્તિને 3 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. ગીર્દીવાળી લોકલ ટ્રેનમાંથી પડી જતા તેમને પગમાં ઈજા થઈ હતી.
નીતિન હુંડીવાલા નામના જયેષ્ઠ નાગરિક ચાલતી ટ્રેનમાં ચઢવાના પ્રયાસમાં પડી ગયા હતા અને તેમને પગમાં ઈજા હોવાનો અરજીમાં દાવો કર્યો હતો. પશ્ચિમ રેલવેએ(Western railway) એવી દલીલ કરી હતી કે આ કેસ રેલવે એક્ટની કલમ 124 (એ)ની જોગવાઈઓ હેઠળ આવતો નથી. જોકે જસ્ટિસ ડાંગરેએ રેલવેની દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : લો બોલો!! આજે પણ મુંબઈમાં પાણી પુરવઠાને થશે અસરઃ પાવર ફેલ્યરની અસર પાણી પુરવઠાને થઈ. જાણો વિગતે
નીતિન હુંડીવાલાએ નવેમ્બર 2011માં ભીડભાડવાળી ટ્રેનમાંથી લપસી ને પડી જવાથી થયેલી ઈજાઓ માટે પશ્ચિમ રેલવે પાસેથી ચાર લાખ રૂપિયાનું વળતર માંગ્યું હતું. આ દાવાને ફગાવી દેવાયા બાદ તેમણે આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હુંડીવાલાએ દાવો કર્યો હતો કે આ એક્સિડન્ટ કારણે હજી પણ તેમને ત્રાસ થઈ રહ્યો છે.
નીતિનની આ અરજી પર ચુકાદો આપતા હાઈકોર્ટે કહ્યું કે મુંબઈમાં લોકલ ટ્રેનને શહેરની લાઈફલાઈન કહેવામાં આવે છે. મુંબઈના રહેવાસીઓ કે જેઓ લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે તેમને સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે સમયાંતરે જોખમ ઉઠાવવું પડે છે. તેથી, ટ્રેનમાંથી પડી જવાને કારણે ઈજા થવાના કિસ્સામાં, તેને અયોગ્ય ઘટના ગણવામાં આવશે અને રેલવેએ વળતર ચૂકવવું પડશે.