Site icon

કામના સમાચાર- આ તારીખથી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મુશળધાર વરસાદ(Heavy rain)થી મહારાષ્ટ્ર(Maharashtra)માં ઠેર ઠેર પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થઈ છે. અનેક લોકોના અત્યાર સુધી ભોગ લેવાઈ ચૂક્યા છે. ત્યારે મુંબઇ(Mumbai) સહિત સમગ્ર મહારાષ્ટ્ર માટે રાહતના સમાચાર છે. હવામાન ખાતાએ (IMD) એવો સંકેત આપ્યો છે કે ૧૬,જુલાઇથી મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના  વિસ્તારોમાં વરસાદ પોરો ખાશે.

Join Our WhatsApp Community

 હવામાન ખાતાએ એવી આગાહી કરી છે કે આગામી ૧૬,જુલાઇથી ઉત્તર કોંકણ (મુંબઇ,થાણે, પાલઘર, રાયગઢ), મધ્ય મહારાષ્ટ્ર(નાશિક, નંદુરબાર, ધુળે, જળગાંવ), મરાઠવાડા (લાતુર, જાલના, પરભણી, હિંગોળી, ઉસ્માનાબાદ), વિદર્ભ (અકોલા, અમરાવતી, નાગપુર, વર્ધા, ચંદ્રપુર)માં વરસાદી તીવ્રતા ઘટી જશે અને ઉઘાડ પણ નીકળશે.

આ સમાચાર પણ વાંચો :  મુશળધાર વરસાદમાં મુંબઈ તરફ આવતો આ હાઈવે ઠપ્પ- હાઈવે પર પૂરના પાણી ફરી વળ્યા-જાણો વિગત

જોકે ૧૫થી ૧૮,જુલાઇ દરમિયાન દક્ષિણ કોંકણનાં રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં અને ૧૫ થી૧૭, જુલાઇ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રનાં પુણે, કોલ્હાપુર, સાતારામાં ભારેથી અતિ ભારે વર્ષા થાય તેવાં પરિબળોને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.  

મહારાષ્ટ્રનાં હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં આજ દિવસ સુધીમાં ૨૩૨૫.૪ મિલિમીટર(૯૩ ઇંચ) જ્યારે માથેરાનમાં ૨૨૨૦.૬ મિલિમીટર(૮૮.૮૨ ઇંચ) જેટલો શ્રીકાર વરસાદ નોંધાયો છે.

કોલાબામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬૨.૬ મિ.મિ. જ્યારે સાંતાક્રૂઝમાં ૯૫.૨ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. કોલાબામાં  આજ દિવસ સુધીમાં ૧૧૪૬.૨ મિ.મિ.(૪૫.૮૪ ઇંચ), જ્યારે સાંતાક્રૂઝમાં ૧૩૧૭.૬ મિ.મિ.(૫૨.૭૦ ઇંચ)  વરસાદ નોંધાયો છે.

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version