ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
ભારત સરકારે તમામ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટીકીટના ભાવ વધારીને 50 રૂપિયા કરી નાખ્યા હતા. સરકારને અપેક્ષા હતી કે લોકો રેલવે સ્ટેશન પર નહીં આવે. જોકે મુંબઈવાસીઓને આનો તોડ કાઢ્યો હતો. તેઓ પછીના રેલ્વે સ્ટેશનની પાંચ રૂપિયામાં ટિકિટ લઈ લેતા હતા અને રેલવે સ્ટેશન પર આખો દિવસ ઉભા રહેવાને કાયદેસર લાયક રહેતા હતા. આ પરિસ્થિતિને ટાળવા માટે હવે રેલવે ઓથોરિટીએ તમામ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ આપવાનું બંધ કરી દીધું છે.
એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ ટિકિટ ખરીદીને રેલવે સ્ટેશન પર નહીં જઈ શકે.
મીની લોકડાઉન નો અસર થયો. બેસ્ટ બસમાં હવે રોજ આટલા ઓછા લોકો સફર કરે છે.