News Continuous Bureau | Mumbai
કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવવાની સાથે મુંબઈની સ્કૂલો પૂરી ક્ષમતા સાથે ચાલુ થઈ ગઈ છે, એ સાથે જ હવે વાલીઓના ખિસ્સા પર પણ કાતર ફરી વળવાની છે. સ્કૂલ બસની ફીમાં લગભગ 30 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય સ્કૂલ બસના માલિકોએ લીધો છે.
આગામી પહેલી એપ્રિલથી 100 ટકા સ્કૂલ બસ સર્વિસ ઉપલબ્ધ કરવાનો નિર્ણય સ્કૂલ બસ ઓનર્સ અસોસિયેશને લીધો છે. કોરોના મહામારીને પગલે છેલ્લા બે વર્ષથી સ્કૂલ બસ સર્વિસ બંધ છે. રાજ્યમાં તબક્કાવાર સ્કૂલો ચાલુ થયા બાદ વાલીઓ પોતે જ પોતાના બાળકોને સ્કૂલમાં લાવવા-મુકવાનું કામ કરી રહ્યા છે. જોકે હવે સ્કૂલો ફૂલ ટાઈમ ઓફલાઈન ચાલુ થઈ ગઈ છે, તેથી ઓફિસ જનારા વાલીઓને હવે સ્કૂલ બસની આવશ્યકતા નિર્માણ થઈ છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો…પહેલા જ દિવસે મુંબઈમાં વિરુદ્ધ દિશામાં વાહન ચલાવનારા આટલા મોટરિસ્ટ સામે નોંધાઈ FIR. જાણો વિગતે
એસએસસી બોર્ડની સ્કૂલોના વિદ્યાર્થીઓ તરફથી બસને મોળો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ આઈસીએસઈસ સીબીએસઈ સહિત અન્ય ઈન્ટરનેશનલ બોર્ડની સ્કૂલોમાં સ્કૂલ બસની ડિમાન્ડ છે. આ સ્કૂલો હાલ બંધ છે અને તે પહેલી એપ્રિલથી ચાલુ થઈ રહી છે. તેથી જે રૂટ પર ડિમાન્ડ વધુ હશે ત્યાં બસ ચાલુ કરવામાં આવવાની છે.
આ દરમિયાન સ્કૂલ બસ ઓનર્સ એસોસિએશન ના કહેવા મુજબ પેટ્રોલ, ડીઝલના ભાવ વધી રહ્યા હોવાથી અને છેલ્લા બે વર્ષથી સ્કૂલ બસ બંધ હોવાથી નાછૂટકે સ્કૂલ બસ ફીમાં વધો કરવો પડયો છે. બસના મેન્ટેનન્સમાં પણ વધારો થયો છે.