ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના ની ત્રીજી લહેર મુંબઈમાં ઓસરવાના આરે આવી રહી છે. આથી મુંબઈ મહાનગર પાલિકા અને મુંબઈગરાના રાહત થઈ છે. શહેરમાં આજે કોરોનાના નવા 1857 કેસ નોંધાયા છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 1857 નવા કોરોના કેસ નોંધાયા છે અને 11 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 1,036,690 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,546 થઈ ગયો છે. આ દરમિયાન 503 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ હવે 9,96,289 પર પહોંચી ગઈ છે અને રિકવર થવાનું પ્રમાણ 96 ટકા પર યથાવત રહ્યું છે.
મુંબઈમાં સોમવારે 34,301 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1857 નવા નિદાન થયેલા દર્દીઓમાંથી 234 હોસ્પિટલમાં છે અને અન્ય ઘરેથી સારવાર લઈ રહ્યા છે. આજે મળી આવેલા નવા દર્દીઓમાંથી 1,560 દર્દીઓમાં કોઈ લક્ષણો જ નહોતા. 37 હજાર 742 બેડમાંથી માત્ર 3,855 બેડ નો ઉપયોગ થયો છે.
શહેરમાં 27 બિલ્ડીંગને સીલ કરાઈ છે. ત્યાં પાંચ અને પાંચ કરતાં વધુ કોરોનાના દર્દી છે. હાલ શહેરમાં કોરોનાના 21,142 સક્રિય કેસ છે. જ્યારે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થવાનો સમયગાળો વધીને 141 દિવસ થયો છે.