Site icon

ઉત્તર મુંબઈના શિંદે ગ્રુપના આ ધારાસભ્યએ દહિસરમાં આપ્યું ઉશ્કેરણીજનક ભાષણ- ભાષણ સામે થઈ બબાલ

News Continuous Bureau | Mumbai

ઉત્તર મુંબઈના(North Mumbai) માગાથાણેના(Magathane) ધારાસભ્ય પ્રકાશ સુર્વે(MLA Prakash Surve)  રવિવારે દહિસર માં એક કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક ભાષણ(Provocative speech) કરીને લોકોને ભડકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ શિવસેનાએ(Shivsena) કરી છે.

Join Our WhatsApp Community

અગાઉ શિવસેના સાથે રહેલા અને હવે બળવો કરી રાજ્યના મુખ્ય પ્રધાન(Chief Minister of the State) એકનાથ શિંદેના ગ્રુપમાં(Eknath Shinde's group) જોડાઈ ગયેલા પ્રકાશ સુર્વેના ઉશ્કેરણીજનક ભાષણ થી શિવસેના અકળાઈ ગઈ છે. પ્રકાશ સુર્વેનું આ ભાષણ શિવસેના અમુક નેતાઓ પોતાના ફેસબુક(facebook) પર નાંખ્યું હતું. ભાષણમાં પ્રકાશ સુર્વે અપ્રત્યક્ષ રીતે શિવસેનાને ધમકાવી હોવાનું માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં મોટી દુર્ઘટના- શહેરના આ વિસ્તારમાં મકાનની છત થઇ ધરાશાયી- બે લોકોના નિપજ્યા મોત

પ્રકાશ સુર્વેમાં ભાષણમાં કહ્યું હતું કે આપણે ગાફેલ રહેવું જોઈએ નહીં. તેમને પોતાની જગ્યા દેખાડ્યા સિવાય આપણે ચૂપ રહેવાનું નથી. કોઈ આપણું અપમાન કરે તો આપણે બતાવી દેવાનું છે. કોઈની દાદાગીરી સહન કરવી નહીં. કોણ શું કરે છે તે જોવા માટે પ્રકાશ સુર્વે અહીં બેઠો છે એવું બોલતા પ્રકાશ સુર્વેએ કહ્યું હતું કે ઠોકી કાઢો તેમને. હાથ નહી તો પગ તોડી નાખો. બીજા દિવસે હું ટેબલ જામીન કરી આપવા બેઠો છું. અમે કોઈના પર ચઢતા નથી પણ કોઈ અમને છંછેડશે તો અમે તેને છોડીશું નહીં.

પ્રકાશ સુર્વેના આવા ઉશ્કેરણીજનક ભાષણ સામે શિવસેનાએ વિરોધ નોંધાવ્યો છે.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version