ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
મુંબઈ મહાનગર પાલિકા પર શિવસેનાનો કબજો છે. પાલિકાની તમામ સમિતિઓ તેમજ સ્ટેન્ડીંગ કમિટી પર શિવસેના ની બહુમતી છે અને તેમના જ કોર્પોરેટરો પદ ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં શિવસેના અંધેરી વિસ્તારથી કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવેલા રાજુલબેન પટેલ મુંબઈ મહાનગરપાલિકાના સ્વાસ્થ્ય વિભાગના ચેરમેન પદ પર ચૂંટાઈ આવ્યા છે.
રાજુલબેન પટેલ એક કટ્ટર શિવસૈનિક છે. તેઓ બાળાસાહેબ ઠાકરે ના સમયથી શિવસેનામાં કામ કરી રહ્યા છે. તેમજ શિવસેના માં શામેલ બહુ ઓછા ગુજરાતીઓમાં ના તેઓ એક છે.
આમ મુંબઈ મહાનગરપાલિકા ને એક ગુજરાતી મહિલા સ્વાસ્થ્ય વિભાગના અધ્યક્ષ તરીકે પ્રાપ્ત થઇ છે.