ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર, 2021
બુધવા
મુંબઈ શહેરમાં હવે કોરોના મહામારીની અસર ધીમે ધીમે ઓસરી રહી છે.
નવેમ્બર મહિનામાં ત્રીજા દિવસે, શહેરમાં એક જ દર્દીનું કોરોનાથી મોત થયું છે
સાથે શહેરમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 218 નવા કેસ નોંધાયા છે.
મુંબઈમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોવિડના કુલ 7,59,995 કેસમાંથી 7,38,343 રિકવર થયા છે.
ઍક્ટિવ કેસનો આંકડો સહેજ ઘટીને 2,804 થયો છે.
જોકે શહેરમાં રિકવરીની ટકાવારી 97 યથાવત રહી છે.
