News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય રેલવેએ(Central Railway ) કેન્દ્ર સરકારના(Central Govt) 'એક સ્ટેશન, એક ઉત્પાદન'(one station one product) ઝુંબેશ હેઠળ સમગ્ર ભારતમાં વિવિધ સ્ટેશનો પર સ્ટોલ મૂક્યા છે જેનો ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદનોને(local products) પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ અત્યાર સુધી 50થી વધુ સ્ટેશનનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં હવે મુંબઈના 14 રેલવે સ્ટેશનનો(railway station) પણ સમાવેશ થાય છે.
હવે મુંબઈ ડિવિઝનના(Mumbai Divison) અન્ય 14 સ્ટેશનો પર પણ આવા સ્ટોલ શરૂ કરવામાં આવશે. પરેલ, દાદર, શિવ, કુર્લા, ઘાટકોપર, મુલુંડ, નાહુર, થાણે, કલ્યાણ, કર્જત, લોનાવાલા, ઇગતપુરી અને ચેમ્બુર જેવા સ્ટેશનો પર હવે સ્ટોલ શરૂ થશે.
આ સમાચાર પણ વાંચો : ખાડાઓ બન્યા વિલન- મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક જ દિવસમાં આટલા લોકોનો લેવાયો ભોગ
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ અત્યાર સુધી 50 રેલવે સ્ટેશનોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્ટેશનો પર એક સ્ટેશન એક ઉત્પાદન ચાલુ કરવામાં આવ્યા છે. આત્મનિર્ભર ભારત અંતગર્ત રેલવે સ્ટેશનોનો સ્થાનિક ઉત્પાદનના પ્રમોશન અને વેચાણનું કેન્દ્ર તરીકે ઉપયોગ કરવામાં આવવાનો છે.
હાલ આ સ્ટેશનો પર સ્ટોલ ઊભા કરવાનું કામ ચાલુ છે. આ યોજના માટે રેલવેએ ખાસ ટીમ બનાવી છે, જેમાં લોકપ્રતિનિધિ(Representative), જિલ્લા અધિકારી(District Officer), સ્વયંસેવી સંસ્થા(Voluntary organization), ખાદી ગ્રામોદ્યોગ(Khadi village industry),વગેરે સાથે બેઠક કરીને અને સમન્વય સાધીને યોજનાને અમલમાં મૂકવામાં આવવાની છે.