News Continuous Bureau | Mumbai
કોરોના(Corona) રોગચાળો ભલે કાબૂમાં આવ્યો હોય, પરંતુ આ રોગચાળાએ ટીબીના દર્દીઓની(TB patients) સંખ્યામાં વધારો કર્યો છે. છેલ્લા બે વર્ષમાં દેશની આર્થિક રાજધાની(economic capital) મુંબઈમાં ટીબીના 60,579 દર્દીઓ મળી આવ્યા છે, જ્યારે 14,338 દર્દીઓના મોત(Patients death) થયા છે.
નિષ્ણાત તબીબોના(Specialist doctors) કહેવા મુજબ કોરોના સાથે ટીબીનું કનેક્શન હોઈ શકે છે, પરંતુ હજી સુધી તેની પુષ્ટિ થઈ નથી. જોકે એવી આશંકા છે કે કોવિડ સંક્રમણ(Covid infection) બાદ નબળા થયેલા ફેફસાં(lungs) પર ટીબીનો હુમલો થઈ શકે છે. તેથી જો એવા કોઈ લક્ષણો(symptoms) દેખાય તો તરત જ ટીબીની તપાસ કરાવવી અને ગંભીર બીમારીથી બચવું.
ઈન્ડિયા ટીબી રિપોર્ટ(India TB Report) 2022 મુજબ, વર્ષ 2020માં કોવિડથી સંક્રમિત 1.3 લાખ લોકોએ ટીબી માટે પરીક્ષણ કરાવ્યું હતું. તેમાંથી 2,163 લોકોને આ રોગ હોવાનું નિદાન થયું હતું. વર્ષ 2020માં ટીબીના કેસોની તપાસમાં 28 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેમજ વર્ષ 2019ની સરખામણીમાં માત્ર 43,464 લોકોની ઓળખ કરવામાં આવી હતી, જ્યારે મુંબઈમાં કુલ 60,597 ટીબીના દર્દીઓ મળી આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : બાપ રે- મુંબઈના આ વિસ્તારમાં બહુમાળી બિલ્ડીંગ પર ત્રાટકી વીજળી- વિડીયો જોઇને બે ઘડી શ્વાસ થંભી જશે- જુઓ વિડીયો
ડેટા અનુસાર, વર્ષ 2021માં ટીબીના કારણે લગભગ 7,453 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે વર્ષ 2020માં આ આંકડો 6,985 હતો. નિષ્ણાત તબીબોના કહેવા મુજબ વર્ષ 2019 થી, મુંબઈમાં 15-36 વર્ષની વયના લોકોમાં ટીબીના નિદાનમાં વધારો જોવા મળ્યો છે. જો કે, કોવિડ રોગચાળા અને શ્વસન લક્ષણો માટે સ્વાસ્થ્ય સેવા કેન્દ્રોનો(Health Service Centres) સંપર્ક કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો હતો.