Site icon

મોડક બાદ હવે આ તળાવ છલકાવાની તૈયારીમાં-પ્રશાસનને આપી આ કારણથી ચેતવણી-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મુંબઈને(Mumbai) પાણી પૂરું પાડનારા તળાવોમાંથી(Lakes) એક મોડક સાગર(modak sagar) બુધવારે છલકાઈ ગયું હતું. બહુ જલદી હવે તાનસા ડેમ(Tansa Dam) પણ ઓવરફ્લો(Overflow) થવાની શક્યતા છે. તેથી જિલ્લા પ્રશાસને(District Administration) સ્થાનિક રહેવાસીઓને(local residents) ચેતવણી જાહેર કરી છે.

Join Our WhatsApp Community

બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના(BMC) તાનસા ડેમનું હાલનું પાણીનું સ્તર(Water Level) 128.17 મીટર છે. તોતાનસા ડેમનું ઓવરફ્લો લેવલ 128.63 મીટર છે. તાનસા ડેમ વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે. તેથી વરસાદને જોતા તાનસા ડેમ ટૂંક સમયમાં ઓવરફ્લો થવાની સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો : આ તારીખે વિધાનભવનથી એરપોર્ટ સુધીનો રસ્તો આરક્ષીત રસ્તો હશે-આ છે કારણ સાચવીને ટ્રાવેલ કરજો- જાણો વિગત

તેથી તાનસા ડેમ નીચે અને તાનસા નદી(Tansa River) કિનારે આવેલા ગામોના રહેવાસીઓને તાનસા ડેમ ઓવરફ્લો થવાની ચેતવણી આપવામાં આવી અને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડો. માણિક ગુરસાલે પણ તમામ સંબંધિત સરકારી એજન્સીઓ, તાલુકા કચેરીઓ, પોલીસ અને તમામ સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.
 

Mumbai Cyber Fraud:મુંબઈ પોલીસનો સપાટો: પેટ્રોલ પંપ દ્વારા સાયબર ફ્રોડના પૈસા ‘વ્હાઈટ’ કરવાનું કૌભાંડ ઝડપાયું, હાઈટેક રેકેટનો પર્દાફાશ
Mumbai Jeweller Fraud Case:મુંબઈના ઝવેરી સાથે ₹1.47 કરોડની ઠગાઈ: વિશ્વાસુ એજન્ટે સોના-હીરાના ઘરેણાં પચાવી પાડ્યા, બેંગલુરુના શખ્સ સામે ગુનો દાખલ
Fire At Sion Hospital:મુંબઈની સાયન હોસ્પિટલમાં એસી (AC) બ્લાસ્ટ બાદ ભીષણ આગ, દર્દીઓમાં મચી દોડધામ; સદનસીબે મોટી જાનહાનિ ટળી
Mumbai Fake Police:મુંબઈમાં નકલી પોલીસનો આતંક: આરે કોલોનીમાં મહિલાને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી ₹2 લાખ પડાવ્યા, 2 મહિલા સહિત 6 જેલભેગા
Exit mobile version